Tehran,તા.19
અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત હુમલાનો સામનો કરી રહેલા અને એક પછી એક ટોચના નેતૃત્વને ગુમાવી રહેલા ઈરાને હવે આ યુદ્ધને સૌથી ખતરનાક તબકકામાં લઈ જતા પાડોશી કતારના દુનિયાના સૌથી મોટા એલએનજી પ્લોટ પર એક બાદ એક શક્તિશાળી ગેસ પ્લાંટ ઉપરાંત સાઉદી સહિતના ઓઈલ મથકો પર ભારે હુમલો કરતા આરબ રાષ્ટ્રો ખળભળી ઉઠયા છે અને હવે તેઓ પણ ઈરાન સામેના જંગમાં જોડાય તો આ યુદ્ધ મહાભયંકર કક્ષાએ પહોંચે તેવી ધારણા છે.
તો બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ એલ.એન.જી. પ્લાંટ સહિત ગલ્ફના દેશોના મહત્વના મથકો પર ઈરાનના વધી રહેલા ભીષણ હુમલા સામે ચેતવણી આપી છે કે અમોએ ઈરાન પર 7800 હુમલા કરીને તેને લગભગ ખત્મ કર્યુ છે પણ હવે બાકી બચેલા ઈરાનનો પણ ખુરદો બોલાવી દેશે.
ઈરાને આ એલએનજી પ્લાંટ પર હુમલો કરતા હવે વિશ્વમાં એલએનજી સહિતના ગેસનું સંકટ વધે તેવો ભય છે. અગાઉ ઈઝરાયેલે એક હુમલામાં ઈરાનના સાઉથ પાસે ગેસ ફિલ્ડને નિશાન બનાવી હુમલો કરતા ઈરાને અગાઉ આપેલી ચેતવણી મુજબ તેણે ગલ્ફના દેશોના ક્રુડ ઓઈલ ગેસ મથકોને નિશાન બનાવી ને આક્રમણનો નવો દૌર શરુ કર્યો છે.
ગઈકાલે રાત્રીના કતારમાં સૌથી મહત્વના ગણાતા રસ લાફાન ઈન્ડસ્ટ્રીયલ સીટી પર ભારે મિસાઈલ હુમલો કર્યો હતો. આ દુનિયાનું સૌથી મોટું કુદરતી ગેસ (એલએનજી) નિકાસ પ્લાંટ આવેલા છે અને દુનિયાના એલપીજીનો 20% હીસ્સો આ ક્ષેત્ર પુરો પાડે છે.
કતારના અધિકારીઓના જણાવ્યા મુજબ રાત્રીના એક બાદ એક ચાર મિસાઈલ આ પ્લાંટ પર દાગવામાં આવ્યા હતા તે ઈન્ટરસેપ્ટ કરીને હવામાંજ તોડી પડયા પણ પોતાનું મિસાઈલ સૌથી ખતરનાક એલએનજી ડેપો પર ખાબકતા જ પ્રચંડ ધડાકાઓની હારમાળા, આગજની શરૂ થઈ હતી અને એક બાદ એક એલએનજી ટર્મીનલ તેમાં હોમાતા જતા સમગ્ર પ્લાંટને ભારે નુકશાન પહોંચ્યુ છે. જો કે તમામ કર્મચારીઓને સલામત કરાયા છે પણ પ્લાંટ ઠપ્પ થઈ ગયો છે અને તમામ કામકાજ રોકી દેવાયુ છે.
કતારમાં પણ ગેસ ડીલીવરીમાં આફતી સ્થિતિ જાહેર થઈ છે. આ હુમલા બાદ વિશ્વના ક્રુડતેલ ગેસ- શેરબજારોમાં જબરો હાહાકાર મચી ગયો છે. આ હુમલાના કારણે એશિયાથી યુરોપ સુધી મોટી એલએનજી કટોકટી ઉભી થઈ શકે છે અને આ હુમલાના કારણે મધ્યપુર્વમાં ભડકાની સ્થિતિ વધુ ઉગ્ર બની છે.
અબુધાબીનો હબશાન ગેસ પ્લાંટ પણ એક મિસાઈલના કાટમાળ પડતા બંધ કરવાની ફરજ પડી છે તો કતારના પ્લાંટની આગ હજુ ભડકી રહી છે. અબુધાબી નેશનલ ઓઈલ કંપનીના હબશાન પ્લાંટ સૌથી મોટો ઓનશોર ગેસ પ્રોસેસીંગ પ્લાંટ છે. જેમાં 60 અબજ ગેસ રોજ ઉત્પાદીત થાય છે અને પુરુ સાઉથ કોરિયા તેના પર નિર્ભર છે.

