Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તમારા નામે કેટલા સિમ?; સંચાર સાથી પોર્ટલની મદદથી સિમની વિગત જાણી શકાશે

    May 14, 2026

    Stock Market માં 1000 પોઇન્ટની તેજી : રૂપિયો નબળો

    May 14, 2026

    Mamata Banerjee હવે વકીલ બન્યા : કાળો કોટ પહેરી કોલકાતા હાઇકોર્ટ પહોંચ્યા

    May 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તમારા નામે કેટલા સિમ?; સંચાર સાથી પોર્ટલની મદદથી સિમની વિગત જાણી શકાશે
    • Stock Market માં 1000 પોઇન્ટની તેજી : રૂપિયો નબળો
    • Mamata Banerjee હવે વકીલ બન્યા : કાળો કોટ પહેરી કોલકાતા હાઇકોર્ટ પહોંચ્યા
    • Bengal પરમિટ વિના નહીં થાય પશુ વધ, શાળાઓમાં વંદે માતરમ ગાવું ફરજિયાત
    • Iran war રસોડાનું બજેટ બગાડે છે !! ખાવા-પીવાની ચીજો મોંઘી
    • EPFO ના 7 કરોડ સબસ્ક્રાઇબર્સને થશે ફાયદો, સમગ્ર પ્રક્રિયા થશે ઓટોમેટિક
    • Monsoon વહેલુ! આંદામાન – નિકોબાર પહોંચ્યા બાદ ગતિ વધશે : ચક્રવાતી તોફાન સક્રિય
    • Madhya Pradesh: ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ : 10ના મોતની આશંકા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાષ્ટ્રીય સ્વાભિમાન પર પણ રાજનીતિ થાય છે તે કમનસીબી છે: PM Modi
    ગુજરાત

    રાષ્ટ્રીય સ્વાભિમાન પર પણ રાજનીતિ થાય છે તે કમનસીબી છે: PM Modi

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 11, 2026Updated:May 12, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોમનાથમાં મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરી

    Somnath ,તા.૧૧

    સોમનાથના આંગણે ભવ્ય સોમનાથ અમૃત મહોત્સવ ૨૦૨૬ નો અવસર ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ પહોંચ્યા હતાં અને તેઓએ સોમનાથ મંદિરમાં સોમનાથ દાદાની પૂજા-અર્ચના કરી હતી અને સોમનાથમાં સભાને સંબોધન પણ કરી હતી

    તેમણે જણાવ્યું હતું કે આજે ફરી એકવાર સોમનાથમાં ઈતિહાસ રચાવાનો છે. ૯૦ મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને સોમનાથ મંદિરના શિખર પર ૧૧ તીર્થના જળથી અભિષેક કરાશે, તો સાથે જ વાયુસેનાની ટીમ ફાઇટર જેટ દ્વારા દિલધડક ’સૂર્યકિરણ એર શો’ સોમનાથના આકાશમાં બતાવશે  ૭૫ વર્ષ પહેલાનું આ પુનનિર્મિત મંદિર બન્યું, ત્યારે ભારતે નવી ચેતના યાત્રા શરૂ કરી હતી. આજે એ જ યાત્રા વ્યાપક બની છે. તેને નવી ઊંચાઈ પર લઈ જવું છે. સંકલ્પોને પૂરા કરવા બાબા સોમનાથનો આર્શીવાદ હંમેશા સાથે રહે. તમામ દેશવાસીઓને, વિરાસતમા વિશ્વાસ કરનારા દરેક નાગરિકોને શુભેચ્છા. જય સોમનાથ. હર હર મહાદેવ.

    તેમણે કહ્યું હતું કે આજે દેશના મંદિરના પુર્નનિમાણ થઈ રહ્યા છે. અયોધ્યામાં ૫૦૦ વર્ષની પ્રતીક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તીર્થ, મઠ, મંદિરની મહિમા જે આપણી સાંભળી છે. ત્યા સમૃદ્ધ પરંપરાના દર્શન થવા લાગ્યા છે. આટલું દસ-બાર વર્ષની અંદર જ થયું છે. આપણી આસ્થા આપણને જીવન જીવવાની રીત શીખવાડે છે. આપણી આસ્થા નદીઓમાં છે, વૃક્ષોમા છે, જંગલોમાં છે. પર્વતોમાં પણ પવિત્રતાનો ભાવ રાખીએ છીએ. દુનિયા પ્રાકૃતિક જીવનશૈલી તરફ ફરી રહી છે. આપણને આપણી શક્તિ તરફ વળવુ છે. એવું જીવન અપનાવીએ જેનાથી પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા થાય. સંકલ્પોને આસ્થા સાથે જોડીને જીવવું પડશે. નવી પેઢી આસ્થા, ઈતિહાસ અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાય છે, તો રાષ્ટ્રનુ આત્મબળ મજબૂત થાય છે.

    દેશના રાજવીઓએ સોમનાથ મંદિરનું અનેક વખત નિર્માણ કરાવ્યું. વીર હમીરજી ગોહિલ અને વીર વેગડાજી ભીલ, અહલ્યા બાય, જામ સાહેબ દિગ્વિજયસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના અનેક લોકોને હું નમન કરું છું. રાષ્ટ્રીય સ્વાભિમાન પર પણ આપણે રાજનીતિ થાય છે તે કમનસીબી છે. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા મંદિરની પુનરનિર્માણ કર્યું ત્યારે નહેરુએ સાથ નહોતો આપ્યો. હું આજે આ મુદ્દે કાંઈ બોલવા નથી માંગતો. મને સોમનાથ દાદાના મંદિર ટ્રસ્ટમાં અધ્યક્ષ તરીકે કામ કરવાનો મોકો મળ્યો.

    અટલ બિહારી બાજપાયને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાદ કર્યા. ચંદ્ર પર જ્યાં આપણું રોબોટ ઉતર્યું તે જગ્યાને પણ આપણે શિવ-શક્તિ નામ આપ્યું હતું. સોમનાથ જ્યોતિર્લિંગ પણ ચંદ્ર સાથે જોડાયેલું છે. જ્યારે હું ગત વખતે આવ્યો હતો ત્યારે કહ્યું હતું કે, જેના નામમાં સોમ અર્થાત અમૃત જોડાયેલું હોય, તેને કોણ નષ્ટ કરી શકે. તેણે અનેક આક્રમણો સહન કર્યા. અનેક લૂંટારું આવ્યા. સોમનાથનો વૈભવ નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. વારંવાર ઢાંચો તોડાયો, વારંવાર મદિર ઉઠ્યું. તોડનારાને ખબર ન હતી કે, આપણા રાષ્ટ્રનું વૈચારિક સામ્યર્થ શું છે. તેની અંદર બેસેલી આત્મા અવિનાશી છે. અલગ અલગ રૂપમાં શિવ પ્રકટ થયા રહ્યાં.

    આજનો દિવસ વધુ એક કારણથી વિશેષ છે. ૧૧ મે, ૧૯૯૮ ના રોજ પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આજના દિવસે પહેલા ત્રણ પરમાણુ પરીક્ષણ કર્યા હતા. આપણા વૈજ્ઞાનિકોએ ભારતના સામ્યર્થને, ક્ષમતાને દુનિયાની સામે રાખ્યા. દુનિયામાં હલચલ મચી ગઈ હતી. ભારતના વૈજ્ઞાનિકોએ પરમાણુ પરીક્ષણ કરતા સમગ્ર દુનિયા જોતી રહી હતી. દુનિયાભરની મોટી મોટી શક્તિઓએ આક્રમણ કરી દીધું હતું. ૧૧ મે પછી ૧૩ મેના આપણા વૈજ્ઞાનિકોએ વધુ બે પરીક્ષણ કર્યા હતા. અટલજીના નેૃત્ત્વએ બતાવ્યું કે, દુનિયાની કોઈ તાકાત ભારતને ઝુકાવી શક્તી નથી. દબાણમાં લાવી શક્તી નથી. દેશે પરમાણુ પરીક્ષણને ઓપરેશન શક્તિ નામ આપ્યુ. શિવની સાથે શક્તિની આરાધના આપણી પરંપરા રહી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, હું અનેકવાર અહી આવ્યો છું. અનેકવાર નતમસ્તક થયો છે. આજે સમયની આ યાત્રા સુખદ અનુભૂતિ આપે છે. હાલ સ્વાભિમાન પર્વ ઉજવ્યું. ૭૫ વર્ષ પેહલા આજના દિવસે સોમનાથ મંદિરની પુનસ્થાપના કોઈ સાધારણ અવસર ન હતું. ૧૯૪૭ માં ભારત આઝાદ થયું હતું. તો ૧૯૫૧ માં સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ કર્યો હતો. આજે આ અવસર પર હું માત્ર ૭૫ વર્ષોની ઝાંખી નથી જોઈ રહ્યો. અસત્ય પર સત્યના વિજયને જોઈ રહ્યો છું. જને પ્રભાસપાટણે વારંવાર જીવ્યું છે. હજારો વર્ષોની આધ્યાત્મિક ચેતનાને જોઉ છું.

    લોકોએ જય સોમનાથના નાદથી પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીને પાઘડી પહેરાવી. સાંસદો, ધારાસભ્યોએ સિંહની છબી આપી તેમનું સ્વાગત કર્યું. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. બંગાળની ભવ્ય જીત પ્રધાનમંત્રીની કુનેહથી મળી છે. સોમનાથની ગાથા વિશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સોમનાથ મંદિરના ૭૫ વર્ષને લઈને પોસ્ટ ટિકિટ લોન્ચ કરવામાં આવી.

    આ અવસરે વડાપ્રધાને સોમનાથ મહાદેવના દેવાલય પર કુંભાભિષેક અને ધ્વજારોહણ કર્યા હતા. આ પવિત્ર ઘડીએ એર ફોર્સના બે ચેતક હેલિકોપ્ટર્સ દ્વારા મંદિર શિખર પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી, જેની સાથે સમુદ્ર તટે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં દિવ્ય અને ભવ્ય માહોલ સર્જાયો હતો. ભારતીય વાયુસેનાની ’સૂર્યકિરણ’ એરોબેટિક્સ ટીમ દ્વારા સોમનાથના નભમાં રજૂ કરવામાં આવેલા દિલધડક એર શોએ ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. વડાપ્રધાને મંદિર પરિસરમાં સોમનાથની વૈભવશાળી વિરાસત અને ઇતિહાસને અંકિત કરતા પ્રદર્શનની પણ આ તકે મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

    PM Modi Somnath
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    તમારા નામે કેટલા સિમ?; સંચાર સાથી પોર્ટલની મદદથી સિમની વિગત જાણી શકાશે

    May 14, 2026
    મુખ્ય સમાચાર

    Stock Market માં 1000 પોઇન્ટની તેજી : રૂપિયો નબળો

    May 14, 2026
    અન્ય રાજ્યો

    Mamata Banerjee હવે વકીલ બન્યા : કાળો કોટ પહેરી કોલકાતા હાઇકોર્ટ પહોંચ્યા

    May 14, 2026
    અન્ય રાજ્યો

    Bengal પરમિટ વિના નહીં થાય પશુ વધ, શાળાઓમાં વંદે માતરમ ગાવું ફરજિયાત

    May 14, 2026
    રાષ્ટ્રીય

    Iran war રસોડાનું બજેટ બગાડે છે !! ખાવા-પીવાની ચીજો મોંઘી

    May 14, 2026
    રાષ્ટ્રીય

    EPFO ના 7 કરોડ સબસ્ક્રાઇબર્સને થશે ફાયદો, સમગ્ર પ્રક્રિયા થશે ઓટોમેટિક

    May 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તમારા નામે કેટલા સિમ?; સંચાર સાથી પોર્ટલની મદદથી સિમની વિગત જાણી શકાશે

    May 14, 2026

    Stock Market માં 1000 પોઇન્ટની તેજી : રૂપિયો નબળો

    May 14, 2026

    Mamata Banerjee હવે વકીલ બન્યા : કાળો કોટ પહેરી કોલકાતા હાઇકોર્ટ પહોંચ્યા

    May 14, 2026

    Bengal પરમિટ વિના નહીં થાય પશુ વધ, શાળાઓમાં વંદે માતરમ ગાવું ફરજિયાત

    May 14, 2026

    Iran war રસોડાનું બજેટ બગાડે છે !! ખાવા-પીવાની ચીજો મોંઘી

    May 14, 2026

    EPFO ના 7 કરોડ સબસ્ક્રાઇબર્સને થશે ફાયદો, સમગ્ર પ્રક્રિયા થશે ઓટોમેટિક

    May 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તમારા નામે કેટલા સિમ?; સંચાર સાથી પોર્ટલની મદદથી સિમની વિગત જાણી શકાશે

    May 14, 2026

    Stock Market માં 1000 પોઇન્ટની તેજી : રૂપિયો નબળો

    May 14, 2026

    Mamata Banerjee હવે વકીલ બન્યા : કાળો કોટ પહેરી કોલકાતા હાઇકોર્ટ પહોંચ્યા

    May 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.