રસ્તામાં કાર ઉભી રાખવા બાબતે થયેલી બોલાચાલીના સમાધાન માટે એકઠા થયા ત્યારે હુમલો કર્યો, વાહન હેઠળ કચડવા પ્રયાસ, પાંચ સામે ફરિયાદ
Jasdan,તા.14
જસદણના શિવરાજપુર ગામે રસ્તામાં ગાડી ઉભી રાખવા જેવી બાબતે ખૂની ખેલાયો હતો. જેમાં પાંચ શખસોએ પિતા- પુત્ર પર હથિયારો વડે જીવલેણ કરતા પિતાનું મોત થયું હતું જયારે પુત્રની હાલત ગંભીર છે. આ અંગે પોલીસે હત્યા, હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ,હાલ રાજકોટના ત્રંબા ગામે રહેતાં અને મૂળ ખાંડા હડમતીયા ગામના વતની શૈલેષભાઈ છગનભાઈ ઝાપડીયા (ઉ.વ.૩૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંજય નારણ મુંધવા, વિરમ રઘુ મુંધવા, વજા રઘુ મુંધવા, નારણ રાજા મુંધવા અને સાગર નથુ મુંધવાનુ નામ આપ્યું છે. ગઈ તા.૧૨ ના તેનો ભાઈ નિલેષ અને ગામના બાબુ છેલ્લુભાઈ ઝાપડીયા બન્ને ખાંડા હડમતીયા ગામની સીમમાં રસીકભાઈ ઝાપડીયાની વાડીએ લગ્ન પ્રસંગ હોય બુલેટ લઈને જતા હતા. રસ્તામાં ઉભા રહેલ જે દરમિયાન સંબંધી ભાવેશભાઈ ઝાપડીયા રોડ ઉપર કાર લઈને સામા મળતા તેની કાર ઉભી રાખતા પાછળ રિક્ષા આવીને ઉભી રહી હતી. રિક્ષા શિવરાજપુર ગામના સંજય મુંધવા ચલાવતો હોય જેને નિલેષભાઈ તથા સાથેના બાબુભાઇને મોટેથી બુમ પાડી રસ્તામાં ગાડી ઉભી નહીં રાખવા બાબતે સંજય ગાળો બોલવા લાગેલ જેથી ભાઈ તથા ભાબુભાઈ ત્યાંથી જતા રહ્યા હતા. ગઈકાલે ફરીયાદીનાં પિતાના ફોનમાં શિવરાજપુર ગામના વિરમ મુંધવાનો ફોન આવેલ કે, કાલે રાત્રીના તમારા દિકરાએ મારા કાકાના દિકરાને રસ્તામાં રોડ ઉપર કેમ ઉભો રાખેલ તેવુ કહી અપશબ્દો બોલી તમને બધાને જોઇ લઇશ તેવી ધમકી આપેલ બાદ ફરીથી પણ ધમકીના અને મારી નાખવાના ફોન આ વિરમ પિતાને કરતો હતો.જેથી પિતાએ ત્રણેય ભાઇઓને કહેલ કે, આપણે શીવરાજપુર ગામે સમાધાન માટે સાંજે જવુ છે, જેથી બન્ને ભાઇઓ રાજકોટથી હડમતીયા ગામે આવેલ બાદ પિતા તથા બન્ને ભાઈઓ સાથે શીવરાજપુર ગામે કાળી કશ ખાતે મામાના ઘરે આવેલ અને પિતાએ વિરમ સાથે ફોનમાં સમાધાન બાબતે મામા સાથે વાત કરેલ પરંતુ વિરમ ફોનમાં ગાળાગાળી કરી તમને બધાને જોઇ લઇશ તેવી ધમકી આપતો હોય મામાના ઘરેથી થોડે દુર રોડ ઉપર ઉભા હતા તે દરમ્યાન છોટા હાથી જેવુ વાહન ફુલ સ્પીડે જસદણ બાજુથી આવેલ અને બધા ઉભા હતા ત્યાં તેઓની ઉપર મારી નાખવાના ઇરાદે અમારી ઉપર ચડાવી દીધેલ હતું.જેથી બધા બચવા માટે રોડની સાઇડમાં દોડીને જતા રહેલ હતા જે વાહન શીવરાજપુર ગામનો સંજય મુંધવા ચલાવતો હતો જેથી તેની પાછળ દોડતા તે વાહન લઇને ત્યાંથી નાશી ગયેલ તે દરમિયાન વજા મુંધવા જે હાથમાં છરી લઈને દોડતો આવી મારા પિતા પર છરી વડે હુમલો કરી પેટમાં તેમજ છાતીના ભાગે છરીના ઘા મારતો હતો. જેથી નાનો ભાઈ નિલેષ પિતાને બચાવવા માટે વચ્ચે પડતા આ વજા મુંધવાએ તેને પણ પડખામાં છરીનો ઘા મારી દીધેલ હતો. જે દરમિયાન તેની સાથે નારણ મુંધવા તથા સાગર મુંધવા બન્ને હાથમાં કુંડલી વાળી લાકડી લઇ ઘસી આવી ફરીયાદી અને તેના ભાઈને ઘા ઝીંકી દેતાં હાથ તથા ખંભાના ભાગે લાગેલ હતી.દેકારો થતા આરોપીઓ ત્યાંથી નાશી છુટેલ હતા. ફરીયાદીનાં પિતા તથા ભાઈને છરી વાગવાથી ઇજા થતા રોડ ઉપર પડી ગયેલ હોય તેઓને તાત્કાલીક સારવાર માટે જસદણ સરકારી હોસ્પીટલે લાવેલ જયા તબીબે મોત થયાનું જણાવેલ તથા નાના ભાઈ નિલેષને છરીના ઘા થી ગંભીર ઈજા થઇ હોય પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડયો હતો.મૃતકના પરિવારના સભ્યોએ શંકા વ્યક્ત કરતા પોલીસે ચાર થી પાંચ શખ્સોની ધરપકડ કરી છે બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી પીઆઈ સિધ્ધરાજસિંહ ગોહિલ અને ટીમે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે
સમાપક્ષે શિવરાજપુરનો આધેડને ઇજા પહોંચતા રાજકોટ સારવારમાં
જસદણના શિવરાજપુમાં મોડી રાતે ખૂની ખેલ ખેલાયો હતો. ખાંડા હડમતીયા ગામના પ્રૌઢની હત્યા અને પુત્રની હત્યાનો પ્રયાસ કરનાર આરોપી નારણ મૂંધવા પણ ગંભીર રીતે ઘાયલ થતાં સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. સીવીલ ચોકીના સ્ટાફના જણાવ્યા અનુસાર શિવરાજ પુર ગામના નારણભાઇ રાજાભાઈ મૂંધવા (ઉ.વ.૪૫) ને ગઈ રાતે અજાણ્યા શખ્સોએ ધારીયાના ઘા ઝીંકી દેતાં ગંભીર ઈજા પહોંચી હતી.

