Amreli, તા.25
‘આપ’ના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે અમરેલીમાં છે. બપોર બાદ તેમની જાહેર સભાનું આયોજન કરાયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા અને અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા દ્વારા અમરેલીના સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, અમરેલી ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અરવિંદ કેજરીવાલ તથા ભગવંત માનજી સહિત ગુજરાતનું પ્રદેશ નેતૃત્વ હાજર રહેશે. આજે 25 માર્ચે અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડ પાસે બપોરે ત્રણ વાગે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા ગુજરાતની અંદર પરિવર્તનનો એક વિણપષાસ અને સંદેશ લઈને આવશે. ગુજરાતને ભાજપથી મુક્ત કરવાનું આંદોલન છે.
અમરેલીની આ સભામાં રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓની સાથે સાથે આમ આદમી પાર્ટીના સ્થાનિક પદાધિકારીઓ અને અમરેલી જિલ્લાના તથા આસપાસના જિલ્લાના કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

