Surendranagar, તા.31
જીલ્લામા ચાલતી દારૂ /જુગાર જેવી ગે.કા.પ્રવૃતિ અટકાવવા તેમજ અન્ય કોઇ ગંભીર પ્રકારના બનાવ ન બને તે માટે અસરકારક પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ હોય જે અંગે થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ટી.બી.હિરાણી તથા પોલીસ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમ્યાન પો. કોન્સ. ભવાનભાઇ ગોવિંદભાઇ જોગરાણાને ખાનગી રાહે હકિકત મળેલ કે, થાનગઢ ખાખરાળી ચોકડી પાસે આવેલ પાર્શ્વનાથ રેસીડેન્સી ફ્લેટના બ્લોક-સી ની નીચે આવેલ પાર્કીંગમાં મારૂતી સઝુકી કંપનીની સિલ્વર કલરની સ્વીફ્ટ ડિઝાયર ફોર વ્હીલ ગાડી રજી.નં.GJ-13-CE-6057 વાળી રાખી આરોપી ઇરફાનભાઇ ગફુરભાઇ ભટ્ટી છુટક-છુટક વેચાણ કરે છે જેથી સદરહુ હકિકત વાળી જગ્યાએ પ્રોહિ લગત રેડ કરતા (1) KINGFISHER SUPER STRONGE PREMUM BEER gM¡g FOR SALE IN RAJASTHAN ONLY ના 500 MLના કંપની શીલ બંધ બીયર ટીન નંગ- 64 તથા (2) MASTER BLENDER’S Siganture RATE AGED WHISKY DEEP RECH લખેલ FOR SALE IN RAJASTHAN ONLY લખેલ 750 MLની કંપની શીલ બંધ બોટલો નંગ-5 તથા (3) SEAGRAM’S BLENDRRS PRIDE SELECT PREMIUM WHISKY લખેલ FOR SALE IN RAJASTHAN ONLY લખેલ 750 MLની કંપની શીલ બંધ બોટલો નંગ-20 (4) 8 PM SPECIAL RARE WHISKY લખેલ FOR SALE IN RAJASTHAN ONLY લખેલ 750 MLની કંપની શીલ બંધ બોટલો નંગ-33 તથા (5) 8 PM SPECIAL RARE WHISKY લખેલ FOR SALE IN RAJASTHAN ONLY gM¡g 180 MLની નાની કંપની શીલ બંધ બોટલો નંગ-307 તથા (6) White Lace Vodka Orange Flavour લખેલ FOR SALE IN RAJASTHAN ONLY લખેલ 180 MLની નાની કંપની શીલ બંધ બોટલો નંગ-96 (7) Old monk matured XXX Deluxe Rum લખેલ FOR SALE IN RAJASTHAN ONLY લખેલ 180 MLની નાની કંપની શીલ બંધ બોટલો નંગ-132 મળી કુલ બીયર ટીન નંગ- 64 તથા ઈગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ- 642 જેની કિ.રૂ. 2,56,025/- તથા મારૂતી સઝુકી કંપનીની સિલ્વર કલરની સ્વીફ્ટ ડિઝાયર ફોર વ્હીલ ગાડી રજી.નં.GJ-13-CE-6057 ની કિ.રૂ.5,00,000/- ગણી કુલ કિ.રૂ.7,56,025/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂધમા થાનગઢ પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશન ધારા મુજબનો ગુન્હો રજિ. કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

