Mumbai,તા.09
આપણા સમાજમાં મહિલાઓનું ચરિત્ર અવારનવાર તેમનાં કપડાંની સાઇઝથી માપવામાં આવે છે. જેટલાં ટૂંકા કપડાં, તેટલી ચરિત્રહીન સ્ત્રી. સમાજની આ જ સંકુચિત વિચારસરણી પર મનોરંજનની પોટલીથી પ્રહાર કરે છે ફિલ્મ ’માં બહેન’.
વાર્તાનાં કેન્દ્રમાં છે આદર્શ કોલોનીની સિંગલ મધર રેખા (માધુરી દીક્ષિત) અને તેની બે દીકરીઓ જયા (તૃપ્તિ ડિમરી) અને સુષમા (ધારણા દુર્ગા). સુંદર રેખા જ્યારે સ્લીવલેસ બ્લાઉઝ પહેરીને પોતાનાં પતિ સાથે આ મહોલ્લામાં આવી હતી, ત્યારથી જ બધાં તેને કેરેક્ટર સર્ટિફિકેટ આપવા લાગ્યાં કે રેખાની સાથે તેની દીકરીઓ પણ બદનામ છે. જયા પર પોતાની સહેલીને મળવા આવેલા છોકરાને ફસાવવાનો આરોપ છે, તો સુષમાની પાંચ મિનિટની કિસ સોશિયલ મીડિયા પર વાયરલ છે.
પરંતુ અસલી કાંડ ત્યારે થાય છે જ્યારે તેમનાં પાડોશી ચરિત્ર કુમાર ગુપ્તા (રવિ કિશન) રેખાના ઘરમાં મૃત હાલતમાં મળી આવે છે. આવા સમયમાં, આ માં-બહેનો આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર નીકળે છે? તે આ ફિલ્મ જોઈને ખબર પડશે.
ફિલ્મને પૂજા તોલાની સાથે મળીને લખનારા નિર્દેશક સુરેશ ત્રિવેણીએ પોતાની ફિલ્મ ’તુમ્હારી સુલુ’માં પણ મહિલાને તેના વ્યવસાયથી જજ કરવાના મુદ્દાને મજેદાર અને અસરદાર રીતે દર્શાવ્યો હતો. આ વખતે પણ તેમણે કોમેડીનો એ જ સુર પકડ્યો છે, પરંતુ અહીં વાતાવરણ વધુ લાઉડ અને કેયોટિક છે.
સ્ક્રીનપ્લે વચ્ચે થોડો લથડે પણ છે. મુખ્ય પાત્રોનું પોતાની સાથે થયેલાં ખોટા વ્યવહાર પર ક્યારેય અવાજ ન ઉઠાવીને પછીથી વિક્ટિમ મોડમાં જવું અજીબ લાગે છે, પરંતુ માં-બહેનની આ ડિસફંક્શનલ ત્રિપુટી ભરપૂર મનોરંજન પૂરું પાડે છે. ડાયલોગ્સ ખૂબ હસાવે છે. સાથે જ, એક પછી એક ખુલતા રહસ્યો જકડી રાખે છે. અંતમાં ફિલ્મ વિચારવા પર પણ મજબૂર કરે છે.
ફિલ્મનો એક મોટો પ્લસ પોઈન્ટ કલાકારોની એક્ટિંગ છે. માધુરી દીક્ષિતે રેખાને એક અલગ જ સ્વેગ અને અદા આપી છે, તો તૃપ્તિ ડિમરીની એક્ટિંગ ખૂબ જ મસ્ત છે. ત્યાં જ, ડેબ્યૂટન્ટ ધારણાએ અદભુત આત્મવિશ્વાસથી ભરેલો અભિનય કર્યો છે. ગીતાંજલિ મિશ્રા પણ પોતાના સીનમાં છવાઈ જાય છે. અરુણોદય સિંહ, રવિ કિશન, શાર્દુલ ભારદ્વાજ પણ પ્રભાવશાળી છે.
ફિલ્મ શા માટે જોવી જોઈએ ?
આ ફિલ્મનાં પ્લસ પોઈન્ટ એ છે કે તે મનોરંજનની સાથે-સાથે વિચારવા પર પણ મજબૂર કરશે.
રેટિંગ : 5 માંથી 3 સ્ટાર
નિર્દેશક : સુરેશ ત્રિવેણી
કલાકાર : માધુરી દીક્ષિત, તૃપ્તિ ડિમરી, ધારણા દુર્ગા, રવિ કિશન, ગીતાંજલિ કુલકર્ણી, અરુણોદય સિંહ, શાર્દુલ ભારદ્વાજ વગેરે.
સ્ટ્રીમિંગ સાઇટ : નેટફ્લિક્સ
અવધિ : 2 કલાક 7 મિનિટ
ઝોનર : કોમેડી, ડ્રામા

