Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સજા

    June 17, 2026

    Jamnagarમાં બિમારીથી પરેશાન સફાઈ કામદારે આત્મહત્યા કરી

    June 17, 2026

    Football ના ઇતિહાસમાં ૬૮ વર્ષ બાદ બન્યો અદ્ભૂત રેકોર્ડ

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સજા
    • Jamnagarમાં બિમારીથી પરેશાન સફાઈ કામદારે આત્મહત્યા કરી
    • Football ના ઇતિહાસમાં ૬૮ વર્ષ બાદ બન્યો અદ્ભૂત રેકોર્ડ
    • Jamnagarમાં રીક્ષામાં દારૂનો જથ્થો લઈ જતાં બે શખ્સ ઝડપાયા,રૂ. ૧.૧૨ લાખનો મુદ્દામાલ કબજે
    • Jamnagar જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યને બિલ્ડરે જાનથી મારી નાખવાની ધમકી આપી
    • France સેનેગલને ૩-૧થી હરાવ્યું, એમબાપ્પેએ પહેલી જ મેચમાં કર્યો કમાલ
    • Jamnagar: જામજોધપુર નજીક ગ્રામ્ય વિસ્તારમાં પિતા સામે પુત્રી પર દુષ્કર્મનો ગુનો નોંધાવાતાં ભારે ચકચાર
    • Junagadhમાં બી.ઓ.બી.ના ખાતાધારક સામે રૂ. ૬.૧૪ કરોડથી વધુના સાયબર ફ્રોડની ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Bollywoodનો ફ્લોપ સ્ટાર કિડ!, Mimoh Chakraborty 18 ફિલ્મોમાંથી માત્ર 1 જ થઈ હિટ
    મનોરંજન

    Bollywoodનો ફ્લોપ સ્ટાર કિડ!, Mimoh Chakraborty 18 ફિલ્મોમાંથી માત્ર 1 જ થઈ હિટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.17

    બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેમના માતા-પિતા સુપરસ્ટાર રહ્યા હોય અને તેમણે સિનેમા જગત પર રાજ કર્યું હોય. જોકે સ્ટાર કિડ હોવા છતાં દરેક કલાકારને ઇન્ડસ્ટ્રીમાં એ ઓળખ કે સફળતા નથી મળતી. હિન્દી સિનેમામાં વિનોદ ખન્ના, જિતેન્દ્ર અને રાજેન્દ્ર કુમાર જેવા દિગ્ગજોના નામ સામેલ છે જેમના સંતાનો પિતા જેવો જાદુ ચલાવવામાં નિષ્ફળ રહ્યા. આ જ યાદીમાં બોલિવૂડના મિથુન ચક્રવર્તીના પુત્ર મિમોહ ચક્રવર્તીનું નામ પણ મોખરે આવે છે, જેમનું કરિયર પિતાના આટલા મોટા કદ છતાં ફ્લોપ સાબિત થયું છે.

    મિમોહ ચક્રવર્તીને ઇન્ડસ્ટ્રીમાં ‘મહાક્ષય ચક્રવર્તી’ના નામથી પણ ઓળખવામાં આવે છે. હાલના દિવસોમાં તે પોતાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘હૉન્ટેડ 3D: ઇકોઝ ઓફ ધ પાસ્ટ’ને લઈને ચર્ચામાં છે. જોકે, આ ફિલ્મ પહેલાં તે લાંબા સમય સુધી સ્ક્રીન પરથી ગાયબ રહ્યો હતો. મિમોહે પોતાના અત્યાર સુધીના એક્ટિંગ કરિયરમાં અંદાજે 18થી વધુ ફિલ્મો અને સીરીઝ કરી છે, પરંતુ તેમાંથી મોટાભાગની બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ છે. તેના આખા કરિયરમાં માત્ર 1 જ ફિલ્મ હિટ સાબિત થઈ છે.

    મિમોહ ચક્રવર્તીએ વર્ષ 2008માં ફિલ્મ ‘જીમી’થી બોલિવૂડમાં કદમ મૂક્યો હતો. રાજ એન. સિપ્પીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં મિમોહે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તે એક ડીજેના રોલમાં જોવા મળ્યો હતો. જોકે, તેની આ ડેબ્યુ ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલી ખરાબ રીતે ફ્લોપ થઈ કે લોકોને એ પણ ખબર ન પડી કે ફિલ્મ ક્યારે સિનેમાઘરોમાં આવી અને ક્યારે જતી રહી. આ ફિલ્મથી તેના કરિયરને કોઈ ફાયદો ન થયો.

    મિમોહ ચક્રવર્તીના 18 વર્ષ લાંબા કરિયરની એકમાત્ર હિટ ફિલ્મ વર્ષ 2011માં આવેલી હોરર-થ્રિલર ફિલ્મ ‘હૉન્ટેડ 3D’ છે. વિક્રમ ભટ્ટના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ અંદાજે 13 કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર થઈ હતી અને તેણે વિશ્વભરમાં 34 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું હતું. આ એક જ ફિલ્મની સફળતાના કારણે દર્શકો મિમોહને ઓળખતા થયા હતા.હાલના દિવસોમાં આ જ ફ્રેન્ચાઈઝીની સિક્વલ ફિલ્મ ‘હૉન્ટેડ 3D: ઇકોઝ ઓફ ધ પાસ્ટ’ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ નવી ફિલ્મે અત્યાર સુધીમાં 11.55 કરોડ રૂપિયાથી વધુનું નેટ કલેક્શન અને 13.60 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે.’હૉન્ટેડ’ સિવાય મિમોહે વર્ષ 2011માં ‘લૂટ’, 2013માં ‘એનિમી’ અને 2015માં ‘ઇશ્ક દરિયા’ જેવી ફિલ્મો કરી હતી, પરંતુ આમાંથી એકપણ ફિલ્મ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં સફળ રહી નહોતી. ફિલ્મોમાં નિષ્ફળતા મળ્યા બાદ મિમોહે ડિજિટલ દુનિયા તરફ પ્રયાણ કર્યું છે. તેણે નેટફ્લિક્સની લોકપ્રિય વેબ સિરીઝ ‘ખાખી: ધ બેંગોલ ચેપ્ટર’ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. આ સિવાય વર્ષ 2023માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે આવેલી ફિલ્મ ‘જોગીરા સારા રા રા’માં તેના અભિનયને કારણે તેને ઇન્ડસ્ટ્રીમાં થોડી નવી ઓળખ ચોક્કસ મળી છે.

    Bollywood's flop star Mimoh-Chakraborty
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Sonu Nigam ને ગંભીર બીમારી થવા છતાં શૉ કેન્સલ ના કર્યો

    June 17, 2026
    મનોરંજન

    Govind Namdev ના દાવાથી કાલા હિરનનો વિવાદ વધુ વકર્યો

    June 17, 2026
    મનોરંજન

    આલિયાની ‘કલ્કી 2898’માં એન્ટ્રીની અફવા યથાવત્

    June 17, 2026
    મનોરંજન

    Sanjay Leela Bhansali ની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ પૂર્ણ થવાને આરે

    June 17, 2026
    મનોરંજન

    Arbaaz Khan ની કારમાં અજાણ્યો શખ્સ પરાણે બેસી ગયો

    June 17, 2026
    મનોરંજન

    TV Actress Sanchita Ugale એ કેમ કર્યો આપઘાત? પોલીસે કર્યો ખુલાસો

    June 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar: લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સજા

    June 17, 2026

    Jamnagarમાં બિમારીથી પરેશાન સફાઈ કામદારે આત્મહત્યા કરી

    June 17, 2026

    Football ના ઇતિહાસમાં ૬૮ વર્ષ બાદ બન્યો અદ્ભૂત રેકોર્ડ

    June 17, 2026

    Jamnagarમાં રીક્ષામાં દારૂનો જથ્થો લઈ જતાં બે શખ્સ ઝડપાયા,રૂ. ૧.૧૨ લાખનો મુદ્દામાલ કબજે

    June 17, 2026

    Jamnagar જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યને બિલ્ડરે જાનથી મારી નાખવાની ધમકી આપી

    June 17, 2026

    France સેનેગલને ૩-૧થી હરાવ્યું, એમબાપ્પેએ પહેલી જ મેચમાં કર્યો કમાલ

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: લાલપુર પંથકમાં બે વર્ષ પહેલાં બાળકી સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સજા

    June 17, 2026

    Jamnagarમાં બિમારીથી પરેશાન સફાઈ કામદારે આત્મહત્યા કરી

    June 17, 2026

    Football ના ઇતિહાસમાં ૬૮ વર્ષ બાદ બન્યો અદ્ભૂત રેકોર્ડ

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.