Mumbai, તા.૭
બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ સાથે સંકળાયેલા હાઇપ્રોફાઇલ ફાયરિંગ કેસમાં એક નવો અને ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપી ફૂલ સિંહે અદાલતમાં અરજી દાખલ કરીને પોતે સગીર (સ્ૈર્હિ) હોવાનો દાવો કર્યો છે. આ દાવા બાદ અદાલતે તેની વાસ્તવિક ઉંમરની સંપૂર્ણ તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે અને ૧૫ દિવસની અંદર આ અંગેનો વિગતવાર રિપોર્ટ સોંપવા જણાવ્યું છે.અદાલતમાં સુનાવણી દરમિયાન આરોપી ફૂલ સિંહે દલીલ કરી હતી કે ઘટના બની તે સમયે તેની ઉંમર ૧૮ વર્ષ કરતાં ઓછી હતી. તેણે કોર્ટ સમક્ષ જણાવ્યું કે, તેને અગાઉ પોતાના વકીલ સાથે વાતચીત કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી, જેના કારણે તે પોતાની સાચી ઉંમર અંગે અગાઉ અદાલતને જાણ કરી શક્યો નહોતો. હવે તેણે વિધિવત અરજી દાખલ કરીને પોતાની ઉંમરની તપાસ કરાવવાની માંગણી કરી છે.ફૂલ સિંહની દલીલો સાંભળ્યા બાદ અદાલતે તેની ઉંમર સંબંધિત તમામ દસ્તાવેજો અને તથ્યોની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ સંબંધિત સત્તાવાળાઓને આપ્યો છે.હવે ૧૫ દિવસમાં આવનારા તપાસ રિપોર્ટના આધારે જ નક્કી થશે કે ઘટના સમયે આરોપી સગીર હતો કે પુખ્ત. જો આરોપી સગીર સાબિત થશે, તો તેના પર સામાન્ય કાયદાને બદલે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી થશે, જેનાથી આ કેસની કાનૂની દિશા સંપૂર્ણપણે બદલાઈ શકે છે.

