સ્ત્રીના ચરિત્ર ઉપર આક્ષેપ લગાવવાથી સ્ત્રીના મન અને આત્મા ઉપર ઉડો આઘાત લાગે: અદાલત
Vichhiya,તા.09
વિછિયાની પરણિતા નું ફેક ફેસબુક આઇ.ડી. બનાવી તેમાં મહિલાના અભદ્ર લખાણવાળા ફોટા અપલોડ કરવાના ચાર વર્ષ અગાઉ બનાવમાં વેરાવળ(ભડલી) ગામના આરોપી હેમુભાઇ મેરને ત્રણ વર્ષની સજા વિછિયા કોર્ટ.દ્વારા ફટકારવામાં આવી છે. વધુ વિગત મુજબ વિછીયા ગામનીત મહિલાના નામનું ખોટું facebook આઇડી બનાવી અને તેના સ્ટેટસમાં મહિલાના ફોટા ધાવદરા લખાણ વાળી પોસ્ટ વાયરલ કર્યા અંગેની વેરાવળ ગામના હેમુ ઉર્ફે અગો બાબુ મેર સામે વિછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તે ગુનાના કામે પોલીસે હેમુ મેરની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા તપાસની દ્વારા અદાલતમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યો હતું. વિછિયા સિવિલ કોર્ટમાં કેસ ચાલતા સરકાર તરફે સરકારી વકીલ કે.એમ.ચૌધરી અને ફરિયાદીના વકીલ વી.વી. રંગપરા અને એ.આર.ગોસ્વામીએ દલીલો કરી મહત્ત્વના સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરેલાં. તેમજ સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરેલ સિદ્ધાંતો અનુસાર દલીલો કરેલી. જે ધ્યાને રાખી વિછિયાના પ્રિન્સિપાલ સિવિલ જજ કૃતેષ એન. જોષી પડેલ પુરાવાના આધારે ફરિયાદ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી સ્ત્રી માટે એનું ચરિત્ર ખૂબ મહત્ત્વનું હોય છે. સ્ત્રીના ચરિત્ર ઉપર આક્ષેપ લગાવવાથી સ્ત્રીના મન તથા આત્મા ઉપર ઉડો આઘાત લાગે છે. આરોપીના આવા કૃત્યને ખૂબ હિન પ્રકારનું ગણાવી ને આરોપી હેમુભાઈ મેરને ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકારેલ છે.

