(મિલાપ રૂપારેલ) Amreli , તા.8
અમરેલી એસ.ઓ.જી. શાખામાં પોલીસ સબ ઇન્સ તરીકે ફરજ બજાવતાં આર.જી.ચૌહાણને મળેલ બાતમીનાં આધારે લાઠીથી ચાવંડ તરફ એચ.પી.પેટ્રોલ પંપની પાસેની વાડી/ ખેતરમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર લીલા ગાંજાનું વાવેતર કર્યાં અંગેની બાતમી મળતાં પોલીસે દરોડો પાડી મળી કુલ રૂપિયા 6,17,920 ના મુદ્દામાલ સાથે એક ઇસમને અમરેલી એસ.ઓ.જી. પોલીસે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવમાં અમરેલીના લાઠી ગામે બગીચા પ્લોટ વિસ્તારમાં નગરપાલીકાની સામે રહેતાં આરોપી ધીરૂભાઈ લાખાભાઈ કોટડીયા નામનાં 66 વર્ષીય વૃધ્ધ ખેડુતએ લાઠીથી ચાવંડ તરફ એચ.પી. પેટ્રોલ પંપની પાસે ધીરૂભાઈ લાખાભાઈ કોટડીયાની વાડી/ ખેતરમાં પોતાના કબ્જાના ખેતરમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર લીલા ગાંજાના મૂળ માટી સાથેના છોડ નંગ-6 જેનુ નેટ વજન 12.105 કિ.ગ્રા. કિંમત રૂપિયા 6,05,250 તથા માટીનુ ડી.એફ.એસ.એલ. સેમ્પલ તથા માટીનુ કંટ્રોલ સેમ્પલ તથા ઝડપાયેલ ઈસમની અંગઝડતી દરમ્યાન મળી આવેલ રોકડ રકમ રૂપિયા 12,670 મળી કુલ રૂપિયા 6,17,920 ના મુદ્દામાલ સાથે અમરેલી એસ.ઓ.જી. પોલીસે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

