Ahmedabad,તા.૨૨
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ અને એર ઈન્ટેલિજન્સ યુનિટએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં મુસાફરી કરીને આવેલા એક ભારતીય મુસાફર પાસેથી અંદાજે ૨૦ કરોડ રૂપિયાથી વધુની આંતરરાષ્ટ્રીય બજાર કિંમતનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ઉત્તર પ્રદેશના સહારનપુરના રહેવાસી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ તરફથી મળેલા ઈનપુટના આધારે અમદાવાદ એરપોર્ટ પર ખાસ વોચ ગોઠવવામાં આવી હતી. ૨૦ અને ૨૧ મે ૨૦૨૬ની મધરાત દરમિયાન બેંગકોકથી આવેલી થાઈ એરવેઝની ફ્લાઈટમાં આવેલા એક શંકાસ્પદ મુસાફરને એઆઇયુ અને કસ્ટમ્સ વિભાગે અટકાવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી મૂળ ઉત્તર પ્રદેશના સહારનપુરનો રહેવાસી છે. તે દિલ્હીથી બેંગકોક ગયો હતો અને ત્યારબાદ અમદાવાદ પહોંચ્યો હતો. અહીંથી તે ફરી દિલ્હી જવાનો હતો.
અધિકારીઓએ મુસાફરના સામાનની સઘન તપાસ કરતાં તેની ટ્રોલી બેગમાંથી ૧૯ વેક્યુમ-સીલબંધ પેકેટો મળી આવ્યા હતા. દરેક પેકેટમાં લીલા રંગનો સૂકો છોડ જેવા દેખાતો પદાર્થ ભરેલો હતો.પછી કરવામાં આવેલા ટેસ્ટ દરમિયાન આ પદાર્થ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. કુલ ૨૦.૩૬૬ કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. અધિકારીઓએ સ્થળ પર જ સમગ્ર જથ્થો કબ્જે લઈ વધુ તપાસ શરૂ કરી છે.
આ મામલે આરોપી સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, ૧૯૮૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ તપાસ એ દિશામાં ચાલી રહી છે કે આ ગાંજો કયા નેટવર્ક મારફતે ભારતમાં લાવવામાં આવ્યો હતો અને તેમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે નહીં.
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ મારફતે નશીલા પદાર્થોની હેરાફેરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ,ડીઆરઆઇ અને એઆઇયુ સહિતની એજન્સીઓ વધુ સતર્ક બની છે.
Trending
- Iran ના પરમાણુ ભંડાર પર કબજો કરીને જ રહીશ ટ્રમ્પ જીદે ચઢ્યાં, ઈરાનને ખુલ્લી ધમકી
- બ્રિટન જતા ભારતીયોમાં ૪૭ ટકાનો ઘટાડો નોંધાયો અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ!
- વિવાદીત નિવેદન બાદ બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો ઉગ્ર વિરોધની ચેતવણી
- RBI એ પોતાનો ખજાનો ખોલી દીધો, સરકારને ૨.૮૭ લાખ કરોડનો રેકોર્ડ ડિવિડન્ડ મળશે
- હું ઈરાનમાંથી યુરેનિયમ બહાર કાઢવાની મંજૂરી નહીં આપુંઃMojahedin Khamenei
- વિશ્વના ૨૦ સૌથી ગરમ શહેરોની યાદીમાં રહેલા બધા શહેરો ભારતના
- Everest શિખર પરથી ઉતરતી વખતે બે ભારતીયોના મોત
- CM Dhami એ પણ રસ્તાઓ પર નમાઝ પઢવા અંગે નિવેદન બહાર પાડ્યું

