ઈટાલીના વડાપ્રધાન મેલોનીએ સેલ્ફી માટે વારંવાર વિનંતી કરી હતીઃ યુએસ પ્રમુખે ગરિમા ગુમાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
Washington, તા.૨૨
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો કે ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ળાન્સમાં યોજાયેલી ય્૭ સમિટ દરમિયાન તેમની સાથે સેલ્ફી લેવા માટે વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે મેલોનીએ ફોટા માટે તેમને વારંવાર વિનંતી કરી હતી.ઈરાન યુદ્ધ દરમિયાન યુરોપિયન સાથી દેશો તરફથી મળેલા ઠંડા પ્રતિસાદથી નારાજ દેખાતા ટ્રમ્પે કહ્યું કે મેલોનીએ અમેરિકાને ઇટાલીના એરસ્ટ્રિપ્સ અથવા રનવેનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપી હોવાથી તેમની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. આ નિર્ણયને કારણે અમેરિકાને લોજિસ્ટિકલ બાબતોમાં ઘણી તકલીફ પડી હતી. આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે મેલોનીએ ટ્રમ્પ પર એવો આક્ષેપ કર્યો કે તેમણે ય્૭ સમિટ દરમિયાન તેણીએ ફોટોગ્રાફ માટે “ભીખ માંગી” હોવાની વાર્તા ઘડી કાઢી હતી.ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે “ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ળાન્સમાં યોજાયેલી ય્૭ બેઠક દરમિયાન મારી સાથે ફોટો પડાવવા માટે વારંવાર વિનંતી કરી હતી. ઇટાલીમાં તેમની લોકપ્રિયતા ઘટી રહી છે. અમેરિકા ખરેખર ઇટાલીને પ્રેમ કરે છે અને તેનું રક્ષણ કરે છે. ઈરાન સામેના સંઘર્ષમાં અમેરિકાને વિજેતા ગણાવતા ટ્રમ્પે વધુમાં કહ્યું કે મેલોની હવે પોતાની લોકપ્રિયતા વધારવા માટે અમેરિકા સાથે “ફરીથી મિત્રતા” કરવા માંગે છે.ટ્રમ્પે લખ્યું હતું કે “મેલોનીએ અમને ઇટાલીના એરસ્ટ્રિપ્સ કે રનવેનો ઉપયોગ પણ કરવા દીધો નહોતો, જેના કારણે અમારી કામગીરીમાં ભારે લોજિસ્ટિકલ મુશ્કેલી ઊભી થઈ હતી. તેમ છતાં, અમેરિકા દર વર્ષે ઇટાલી અને અન્ય કહેવાતા દ્ગછર્ં સાથી દેશોની સુરક્ષા માટે અબજો ડોલરનું યોગદાન આપે છે.”અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે. એક કલાકમાં તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્્રુથ સોશિયલ’ પર ૩ ટ્વીટ કર્યા છે. જેમાં તેમણે ઈરાનના મુદ્દે ઓબામા અને બાઈડેન પર નિશાન સાધ્યું હતું, ત્યારબાદ ઈરાનની મજાક ઉડાવી હતી અને પછી ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની તેમજ નાટો વિશે પણ કડક ટિપ્પણી કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટ્્રુથ સોશિયલ’ પર લખ્યું કે, ‘’કટ્ટરપંથી ડાબેરી મૂર્ખાઓ અને ડેમોક્રેટ્સને હવે સમજાયું છે કે ઈરાન વિરુદ્ધની લડાઈમાં આપણે કેટલી મોટી સફળતા મેળવી હતી. ઈરાન લશ્કરી દૃષ્ટિએ સંપૂર્ણપણે હારી ચૂક્યું છે. ઓબામા તો તેમને માત્ર અબજો ડોલરની રોકડ રકમ આપતા રહ્યા અને વિશ્વમાં આતંકવાદને સૌથી વધુ પ્રોત્સાહન આપનાર દેશ, ઈરાન પર લગામ લગાવવા માટે તે સમયે નબળી પડી ગયેલી આપણી સેનાનો ક્યારેય ઉપયોગ કર્યો નહતો.’’

