Morbi,તા.14
ગૌરક્ષકોની ટીમે કચ્છથી અમદાવાદ તરફ જઈ રહેલા વાહનમાં ક્રુરતાપૂર્વક બાંધવામાં આવેલ ૩૫ અબોલ જીવોને બચાવી લઈને મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે
આજે વહેલી સવારે કચ્છ બાજુથી માળિયા-હળવદ થઈને અમદાવાદ તરફ એક વાહનમાં પશુને ક્રુરતાપૂર્વક બાંધી કતલખાને ધકેલવામાં આવી રહ્યા હોવાની બાતમીને આધારે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, હિંદુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના ગૌરક્ષકોની ટીમે માળિયા-હળવદ હાઈવે પર વોચ ગોઠવી હતી આઈસર ગાડી જીજે ૧૫ વાયવાય ૫૭૫૭ વાળીને રોકી તલાશી લેતા ૩૫ અબોલ જીવો મળી આવ્યા હતા જેને છોડાવવામાં આવ્યા હતા વાહન ચાલકને પૂછપરછ કરતા અમદાવાદ કતલખાને લઇ જવાતા હોવાની કબુલાત આપી હતી જેથી અબોલ જીવ અને વાહન તેમજ વાહનચાલક સહિતનો મુદામાલ પોલીસને સોપી ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે

