Morbi,તા.18
સાયબર ફ્રોડના એક બાદ એક બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે જેમાં મોરબીમાં રહેતા વેપારીને શેરબજારમાં લોભામણી લાલચો આપી ટ્રેડીંગ કરાવ્યું હતું અને રૂ ૧.૧૧ કરોડનો નફો થયાની જાણ કરી રકમ વિડ્રો કરવા માટે રૂ ૫૦ લાખથી વધુની રકમનું ટ્રાન્ઝેકશન કરાવી તે રકમ પચાવી પાડી હતી
મોરબીના બાયપાસ રોડ પર સીતારામ પેલેસમાં રહેતા જતીનભાઈ ચતુરભાઈ કુંડારિયા (ઉ.વ.૪૩) વાળાએ આરોપી ટેલીગ્રામ યુઝર kelly@kelly ૮૧૪૩, samir gupta@ samir૦૯૫૭ અને કસ્ટમર મેનેજર આઈડી @cm ૧૯૯૧૫ તેમજ તપાસમાં ખુલે તે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત ત. ૦૮-૦૮-૨૫ થી તા. ૭-૧૧-૨૫ દરમિયાન આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી ટેલીગ્રામ પર ઓનલાઈન ટ્રેડીંગ કરી પૈસા કમાવવા અંગે મેસેજથી વાતચીત કરી લોભામણી સ્કીમો આપી વિશ્વાસ કેળવી અમુક રકમનો લાભ કરાવી વિશ્વાસમાં લીધા હતા બાદમાં વાતચીત કરી આઈડી આપી તેમાં ફરિયાદી દ્વારા તા. ૦૮-૦૮-૨૫ થી તા. ૦૭-૧૧-૨૫ દરમિયાન ઓનલાઈન શેર બજારમાં રોકાણ કરતા તેને રૂ ૧,૧૧,૯૯,૭૫૧ નો નફો થયાની જાણ કરી હતી અને રકમ વિડ્રો કરવા માટે અલગ અલગ ટેક્ષ, કમીશન અને ડોક્યુમેન્ટ ચાર્જના બહાના હેઠળ રૂ ૫૦,૧૪,૬૦૩ અલગ અલગ યુપીઆઈ આઈડી અને બેંક એકાઉન્ટમાં રૂપિયાનું ટ્રાન્ઝેકશન કરાવી તે રકમ ઓળવી ગયા હતા
ભોગ બનનાર વેપારીએ શરૂઆતમાં રૂ ૫૦૦૦ ડીપોઝીટ કરી ટ્રેડીંગ કર્યું અને નફો થતા રૂ ૫૦૦, રૂ ૧૧૦૦, રૂ ૧૫૦૦ અને રૂ ૧૨૦૦ સહીત કુલ રૂ ૪૩૦૦ વિડ્રો કર્યા હતા બાદમાં એજન્ટે ટેલીગ્રામ આઈડી આપેલ જેમાં વેપારીએ પોતાનું અને પત્નીના યુપીઆઈ આઈડીથી ટુકડે ટુકડે રૂ ૩,૫૦,૦૦૦ ડીપોઝીટ કરી ટ્રેડીંગ કર્યું હતું અને પ્રોફિટ ચેક કરતા રૂ ૧,૧૧,૯૯,૭૫૧ બેલેન્સ બતાવતા હતા જે વિડ્રો કરતા થઇ ના હતી અને સમીર ગુપ્તાને વાત કરતા રકમ વિડ્રો કરવા ટેક્ષ, કમીશન આપવું પડશે કહીને રકમ પડાવી હતી અને કુલ રૂ ૫૦,૧૪,૬૦૩ ની ઓનલાઈન ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે

