Surendranagar,તા.12
સુરેન્દ્રનગર હાઇવે પર આવેલ ભારદ ગામના પાટીયા પાસે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર પુલ (નાળા) પરથી નીચે ખાબકતાં કારમાં સવાર માતા અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી પ્રાથમિક માહિતી અનુસાર, કારચાલકે કોઈક કારણોસર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
કાબૂ ગુમાવતાં જ કાર અનિયંત્રિત બનીને નાળા (પુલ) પરથી નીચેની તરફ ખાબકી હતીકાર નીચે પડતાં જ અકસ્માતનો ભયંકર અવાજ સાંભળી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ અકસ્માતમાં કારમાં સવાર માતા અને પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ બંનેની સારવાર ચાલી રહી છે.

