(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૫ઃ
મોરબી-માળિયા નેશનલ હાઇવે પર ટીબડી ગામના પાટીયા નજીક અજાણ્યા વાહન ચાલકે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારતા ગંભીર ઇજા પામેલા બાઇકચાલક યુવકનું મોત નીપજ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર વીંછિયાના દેવધરી ગામના રહીશ ૩૨ વર્ષીય મહેશભાઇ ઉર્ફે મનીષભાઇ રણછોડભાઇ ગોહીલ પોતાનું હિરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ -૦૩–૨૬૪૧ લઇને ઘરેથી મોરબી કારખાને જવા નીકળ્યા હતા. તે દરમિયાન ટીબડી પાટીયા પાસે કોઇ અજાણ્યા વાહન ચાલકે તેમના બાઇકને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

