(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૫ઃ
આઈ.જી.પી.સરહદી રેન્જ ભુજના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવાની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન મોરબી એલ.સી.બી. અને પે્રોલિંગ સ્કવોડની ટીમે બાતમીના આધારે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પોલીસની ડ્રાઇવ દરમિયાન ટેકનિકલ માધ્યમ, હ્યુમન સોર્સીસ અને ખાનગી બાતમીદારો મારફતે મેળવેલ ચોક્કસ માહિતીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના નળખંડા ગામના વતની અને મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી દશરથભાઈ અનકભાઈ ખાચારને મોરબી નટરાજ રેલવે ફાટક પાસેથી અટકાયત કરવામાં આવી છે. ત્યારબાદ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

