Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગ્લેમરની દુનિયા છોડી લંડનમાં Gold Medalist ડેન્ટિસ્ટ અને પાયલોટ બની ગયો Bollywood Actor

    June 17, 2026

    Mithun ની લાડલી દીકરી Dishani Chakraborty એ તેના લોન્ગ ટાઈમ વિદેશી બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી

    June 17, 2026

    Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો

    June 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગ્લેમરની દુનિયા છોડી લંડનમાં Gold Medalist ડેન્ટિસ્ટ અને પાયલોટ બની ગયો Bollywood Actor
    • Mithun ની લાડલી દીકરી Dishani Chakraborty એ તેના લોન્ગ ટાઈમ વિદેશી બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી
    • Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો
    • `મીટ વોલ’ (Meat Wall) આ વ્યૂહરચનાથી ટીમોને કોર્નર દ્વારા ગોલ કરવાની ઉત્તમ તકો
    • Vaibhav Suryavanshi સાથે ઝઘડવું ભારે પડ્યું : Niroshan Dickwella સામે કાર્યવાહી થશે
    • 200મી મેચમાં Messi ની ઐતિહાસિક હેટ્રિક : અલ્જીરિયા સામે આર્જેન્ટીનાની 3-0થી ભવ્ય જીત
    • રોમાંચક મેચમાં છેલ્લી ઓવરમાં Sri Lanka નો વિજય; કિવીઝ સામે પ્રથમ વખત જીત
    • Women Cricket Team ની સ્ટાર ઓપનર Smriti Mandhana એ દેશનું નામ વૈશ્વિક ફલક પર રોશન કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»નવકાર મંત્ર એટલે “મંત્રોનો રાજા”
    લેખ

    નવકાર મંત્ર એટલે “મંત્રોનો રાજા”

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તા.09 એપ્રિલ નવકાર મંત્ર દિવસ

    નવકાર મંત્ર દિવસનો પ્રારંભ અંદાજે 2020 પછી કરવામમાં આવ્યો હતો. કોરોનાકાળ દરમિયાન લોકોમાં માનસિક શાંતિ, સકારાત્મકતા અને સામૂહિક પ્રાર્થનાની જરૂરિયાત વધતા જૈન સમાજમાં એક વિચાર ઉભો થયો કે નવકાર મંત્રનું સામૂહિક જાપ એક વિશાળ સ્તરે કરવવામાં આવે. વિવિધ જૈન સાધ્વીઓ અને આધ્યાત્મિક આગેવાનો દ્વારા આ વિચારને આગળ વધારવામાં આવ્યો અને એક નિશ્ચિત દિવસ એટલે 09 એપ્રિલના રોજ  લાખો લોકો એકસાથે નવકાર મંત્રનો જાપ કરે તેની શરૂઆત થઈ. વર્ષ 2020 બાદ દર વર્ષે તા.09 એપ્રિલના રોજ નવકાર મંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે.

    નવકાર મંત્ર (Namokar Mantra) જૈન ધર્મનો સર્વોચ્ચ અને સૌથી પવિત્ર મંત્ર માનવામાં આવે છે. આ મંત્રને “મંત્રોમાં રાજા” તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે દરેક પ્રકારની આધ્યાત્મિક પ્રગતિ માટે આધારરૂપ છે. આ મંત્રમાં કોઈ વ્યક્તિ, ભગવાન અથવા ખાસ દેવતાનું નામ નથી. તે બધા સદ્ગુણો ધરાવતા મહાન આત્માઓને નમન કરે છે, જે જીવનમાં પરમ શાંતિ અને મુક્તિ પ્રાપ્ત કરી ચૂક્યા છે અથવા તે માર્ગ પર આગળ વધી રહ્યા છે.

    નવકાર મંત્ર વિશે વિશેષ માહિતી:

    પાંચ પદ (પંચ પરમેષ્ઠિ): આ મંત્રમાં પાંચ પદો દ્વારા પાંચ પવિત્ર આત્માઓને નમસ્કાર કરવામાં આવ્યા છે.

    નમો અરિહંતાણં: કર્મરૂપી શત્રુઓનો નાશ કરનાર અરિહંતોને નમસ્કાર.

    નમો સિદ્ધાણં: આઠ પ્રકારના કર્મમુક્ત સિદ્ધોને નમસ્કાર.

    નમો આયરિયાણં: આચાર્ય (સંઘના અધિપતિ) ને નમસ્કાર.

    નમો ઉવઝાયાણં: ઉપાધ્યાય (શાસ્ત્રના શિક્ષક) ને નમસ્કાર.

    નમો લોએ સવ્વ સાહૂણં: લોકમાં રહેલા તમામ સાધુઓને નમસ્કાર.

    મહત્વ: આ મંત્ર કોઈપણ ચોક્કસ વ્યક્તિ, ધર્મ કે સંપ્રદાયના નામ પર નથી, પરંતુ આત્મિક ગુણોને નમસ્કાર કરે છે.

    ફળ: નવકાર મંત્રનું જાપ અને સ્મરણ કરવાથી પાપોનો નાશ થાય છે અને તમામ મંગલોમાં આ મંગલ શ્રેષ્ઠ છે.

    ઉપયોગ: જૈન ધર્મના અનુયાયીઓ રોજની પૂજા, પ્રાર્થના અને કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં આ મંત્રનું સ્મરણ કરે છે. નવકાર મંત્રનું મહત્ત્વ એમાં છે કે તે માણસને સદ્ગુણો તરફ દોરી જાય છે. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી મનમાં શાંતિ, સકારાત્મકતા અને આત્મવિશ્વાસ વધે છે. તે આપણને વિનમ્રતા, સહનશીલતા અને સદાચાર શીખવે છે. જૈન ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય પહેલાં નવકાર મંત્ર બોલવાની પરંપરા છે. આ મંત્ર માત્ર ધાર્મિક જ નથી, પરંતુ એક આધ્યાત્મિક માર્ગદર્શન છે, જે જીવનને સાચી દિશામાં આગળ વધારવા પ્રેરણા આપે છે.

    સારાંશમાં, નવકાર મંત્ર એ માત્ર શબ્દોનો સમૂહ નથી, પરંતુ એક એવી શક્તિ છે જે આત્માને શુદ્ધ અને મજબૂત બનાવે છે. 

    –  મિત્તલ ખેતાણી (મો. 98242 21999)

    Mital Khetani
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    US-Iran તણાવ, વિદેશી રોકાણકારોનું વેચાણ અને ભારતીય શેરબજાર: વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય અર્થતંત્ર

    June 16, 2026
    ધાર્મિક

    સાંપ્રત સમયમાં “આલોક” અને “પરલોક” શબ્દનાં ત્રિપરિમાણીય અર્થને કઈ રીતે મૂલવીશું?

    June 16, 2026
    ધાર્મિક

    પાડું પત્ની કુંતી, પાંડવોની માતા હોવા છતાં પંચ કુમારિકા તરીકે ખૂબ શુદ્ધ ચરિત્ર ધરાવે છે!

    June 16, 2026
    લેખ

    તંત્રી લેખ… ફ્રાન્સમાં ભારત-અમેરિકાના સંબંધો નવો વળાંક લેશે

    June 16, 2026
    ધાર્મિક

    અનાસક્ત ભક્તનાં બે લક્ષણો છે, નિત્યતૃપ્તો અને નિરાશ્રય

    June 15, 2026
    ધાર્મિક

    રામકથા એક અર્થમાં સંબંધોની કથા છે! અને એમાં કબંધની કથા પણ છે!

    June 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગ્લેમરની દુનિયા છોડી લંડનમાં Gold Medalist ડેન્ટિસ્ટ અને પાયલોટ બની ગયો Bollywood Actor

    June 17, 2026

    Mithun ની લાડલી દીકરી Dishani Chakraborty એ તેના લોન્ગ ટાઈમ વિદેશી બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી

    June 17, 2026

    Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો

    June 17, 2026

    `મીટ વોલ’ (Meat Wall) આ વ્યૂહરચનાથી ટીમોને કોર્નર દ્વારા ગોલ કરવાની ઉત્તમ તકો

    June 17, 2026

    Vaibhav Suryavanshi સાથે ઝઘડવું ભારે પડ્યું : Niroshan Dickwella સામે કાર્યવાહી થશે

    June 17, 2026

    200મી મેચમાં Messi ની ઐતિહાસિક હેટ્રિક : અલ્જીરિયા સામે આર્જેન્ટીનાની 3-0થી ભવ્ય જીત

    June 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગ્લેમરની દુનિયા છોડી લંડનમાં Gold Medalist ડેન્ટિસ્ટ અને પાયલોટ બની ગયો Bollywood Actor

    June 17, 2026

    Mithun ની લાડલી દીકરી Dishani Chakraborty એ તેના લોન્ગ ટાઈમ વિદેશી બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી

    June 17, 2026

    Indian cricket ફેન્સ માટે `સુપર બુધવાર’ : આજે એક જ દિવસમાં રમાશે 7 મોટી મેચો

    June 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.