Amreli,તા.23
કૌટુંબિક કારણોસર પ્રમુખ પદેથી રાજીનામું આપ્યાનો ઉલ્લેખ,
કલેકટરે પાલિકા પ્રમુખનું રાજીનામું સ્વિકાર્યું, પાલિકા પ્રમુખના રાજીનામાથી ભાજપમાં ખળભળાટ,
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા નગરપાલિકાના પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું છે. મળતી વિગતો અનુસાર ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઇ વાળાએ નગરપાલિકાના પ્રમુખ પદ પરથી રાજીનામું આપવામાં આવ્યું છે. કૌટુંબિક કારણોસર નગરપાલિકાના પ્રમુખ પદના હોદા પરથી રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ચલાલા નગરપાલિકા પાસે સ્પષ્ટ ભાજપની બહુમતી છે અને ત્યાં કોઈ વિપક્ષ પણ નથી. અગાઉ પાલિકા પ્રમુખ નયનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી હતી. અને તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું પરંતુ ત્યારે કલેકટર સ્વિકારવામાં આવ્યું ન હતું. પરંતુ આ વખતે તેમણે કૌટુંબિક કારણો આગળ ઘરીને રાજીનામું આપ્યું જે કલેકટરે સ્વિકારવામાં આવ્યું હતું. ચલાલા નગરપાલિકાના પ્રમુખના રાજીનામાથી ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આવતીકાલે કાલે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા ખાતે સામાન્ય સભા મળશે. જેમાં ૨૪ સદસ્યો ઉપસ્થિત રહેશે. નવા પ્રમુખના પદ માટે આગામી સમયમાં નિણર્ય લેવામાં આવશે

