Gandhinagarતા.૩૦
ગુજરાતમાં ધીમે ધીમે કોરોના માથું ઉંચકી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના વધુ ૨ કેસ નોંધાયા છે. અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં ૨ દર્દી સારવાર હેઠળ છે. ૨૩ વર્ષીય મહિલા અને એક નવજાતને કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તો આ સાથે જ નવજાત બાળકને કોરોનો પોઝિટિવ આવતા જ તેને દ્ગૈંઝ્રેંમાં ઓક્સિજનની મદદથી સારવાર અપાઈ રહી છે.
મળતી માહિતી અનુસાર ગત સપ્તાહે આ નવજાત બાળકની માતાને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આ બાળકને કોરોના થતા તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે. તેને એનઆઇસીયુમાં ઓક્સિજનની મદદથી સારવાર અપાઈ રહી છે. જો કે હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ ન હોવાનો તંત્રએ દાવો કર્યો છે.
બીજી તરફ રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮ કેસ સામે આવ્યા છે. હાલમાં રાજકોટ શહેરમાં કોરોનાના કુલ ૧૯ એક્ટિવ કેસ છે. મોટા ભાગના દર્દીઓ હોમ આઇસોલેટ હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે. કોરોનાના વધતા કેસ વચ્ચે તંત્ર એક્શનમાં આવ્યું છે. ઇસ્ઝ્ર દ્વારા ટ્રેકિંગ અને ટ્રેસિંગ શરૂ કરાયું છે. કોરોના પોઝિટિવ દર્દીઓની ઇસ્ઝ્ર દ્વારા ડે ટુ ડે ચકાસણી હાથ ધરાઈ છે.
દેશમાં મોટાભાગના કોવિડ કેસ ઓમિક્રોનના પેટા પ્રકારો જેમ કે ત્નદ્ગ.૧,એનબી.૧.૮.૧ અને એલએફ.૭ સાથે જોડાયેલા છે. આ પ્રકારો ઝડપથી ફેલાય છે, પરંતુ તે ખૂબ ખતરનાક નથી. તેમના લક્ષણો પણ હળવા હોય છે. ખાસ કરીને ડાયાબિટીસ, શ્વસન રોગોના દર્દીઓ, વૃદ્ધો અને નાના બાળકોએ વધુ સાવધાની રાખવાની જરૂર છે. આરોગ્ય વિભાગ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.