Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ

    April 17, 2026

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    April 17, 2026

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ
    • હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે
    • Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો
    • Ahsaas Channaની ‘Gudgudi’ Cannes 2026 Film Festival માટે પસંદગી પામી
    • Akshay and Vamikaની ભૂત બંગલાની ૧૧,૦૦૦ ટિકિટ એડવાન્સમાં બૂક થઈ
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • ભારતીય શેરબજારમાં મિશ્ર સંકેતો વચ્ચે બજારમાં વોલેટાઇલ તેજી…!!!
    • અબ તેરા ક્યા હોગા, Blake Lively?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ભાષા કોઈ પણ હોય, સારી સ્ટોરીઝ હંમેશા મારી પાસે પહોંચી જાય છે : Kalyani Priyadarshan
    મનોરંજન

    ભાષા કોઈ પણ હોય, સારી સ્ટોરીઝ હંમેશા મારી પાસે પહોંચી જાય છે : Kalyani Priyadarshan

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 13, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જો કોઈ સારી સ્ક્રિપ્ટ હોય તો તે મરાઠી હોય, હિન્દી, કન્નડ, તમિલ, તેલુગુ કે મલયાલમ – મને બધું કરવું ગમે છે : કલ્યાણી

    Mumbai તા.૧૩

    મલયાલમ એક્ટ્રેસ કલ્યાણી પ્રિયદર્શન ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે ‘પ્રલય’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાના કારણે ચર્ચામાં છે. જોકે આ અહેવાલો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ ‘લોકાહ ચેપ્ટર ૧ઃ ચંદ્રા’ જેવી સુપરહિટ મલયાલમ ફિલ્મ બાદ તેને હિન્દી ફિલ્મોમાંથી મળતી ઓફર્સ વિશે કલ્યાણીએ તાજેતરના ઇન્ટરવ્યુમાં વાત કરી હતી.ગયા વર્ષે આવેલી ‘લોકાહ ચેપ્ટર ૧ઃ ચંદ્રા’ મલયાલમ સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની હતી અને સાથે જ ભારતની પહેલી મહિલા સુપરહીરો ફિલ્મ પણ હતી.આ ફિલ્મમાં કલ્યાણીનો લીડ રોલ ઘણા લોકો માટે એક સરપ્રાઇઝ હતો. ત્યારે હવે બોલિવૂડ ઓફર્સ વિશે વાત કરતાં કલ્યાણી કહે છે,“મને ખબર નથી હું આ કેવી રીતે સમજાવું, પણ ભાષા કોઈ પણ હોય, સારી સ્ટોરીઝ હંમેશા મારી પાસે પહોંચી જ છે. હું સ્ક્રિપ્ટ મામલે બહુ લાલચુ છું. જો કોઈ સારી સ્ક્રિપ્ટ હોય તો તે મરાઠી હોય, હિન્દી, કન્નડ, તમિલ, તેલુગુ કે મલયાલમ – મને બધું કરવું ગમે છે. હું એક જ વ્યક્તિ છું અને એક સાથે ૧૦ ફિલ્મો કરી શકતી નથી અને ચર્ચામાં તો ૧૦૦ જેટલી સારી સ્ક્રિપ્ટ્‌સ હોય છે. એટલે હાલ હું આ તબક્કે તો સ્ક્રીપ્ટ્‌સ જોઈ છું.”તેણે આગળ ઉમેર્યું, “હિન્દી ફિલ્મોની વાત કરું તો મને હિન્દી સિનેમા કરવું જરૂર ગમશે, પણ મારા માટે હંમેશા સ્ક્રિપ્ટ અને સારી વાર્તાઓ કહેવી એ સૌથી મહત્વનું છે. મેં ક્યારેય ભાષાને અવરોધ માન્યો નથી. ફિલ્મ અને સ્ટોરીટેલિંગમાં ભાવનાઓ તો બધે સરખી જ રહેવાની હોય છે. એટલે જ આજકાલ પેન-ઇન્ડિયન ફિલ્મો જોવા મળે છે. લોકો વિવિધ ભાષાની ફિલ્મો જુએ છે કારણ કે શબ્દો ભલે ન સમજાય, ભાવનાઓ તો પહોંચે જ છે.” ‘લોકાહ’ની સફળતા બાદ હિન્દી ફિલ્મોની ઓફર્સ વધી કે શરૂ થઈ તે અંગે કલ્યાણી જણાવે છે, “ હાલ હું એવું કહી શકીશ નહીં કે ઓફર્સ વધી છે કે ઘટી છે, કારણ કે ઓફર્સ તો હંમેશા આવતી રહ્યી છે. વાત એટલી છે કે હું એક જ વ્યક્તિ છું અને હું કોઈ ફિલ્મને દિલથી સમય આપવાનું પસંદ કરું છું. ‘લોકાહ’ વખતે પણ એવું જ હતું – જ્યારે હું તે ફિલ્મ પર કામ કરતી હતી ત્યારે મેં બીજું કંઈ કર્યું જ નહીં. એ કારણે હું મારી પાસે આવતી દરેક સારી સ્ક્રિપ્ટ માટે હા કહી શકતી નથી.”‘લોકાહ’ સુપરહીરો યુનિવર્સના આગામી ભાગ અંગે પૂછતાં કલ્યાણી કહે છે, “અમને પહેલાંથી જ ખબર હતી કે આ ફિલ્મ યુનિવર્સ અંતે ક્યાં પહોંચવાનું છે અને ત્યાં પહોંચવાનો સામાન્ય ડ્રાફ્ટ પણ તૈયાર હતો. છેલ્લે મેં સાંભળ્યું હતું કે ડોમિનિક સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કરી ચૂક્યા છે અને પ્રથમ બે દ્રશ્યોનો એક સેટ પણ તૈયાર કર્યો છે. મજાની વાત એ છે કે અમે લગભગ દરેક અઠવાડિયે તેમને ફોન કરીને પૂછીએ છીએ કે હવે શું ચાલી રહ્યું છે.” આ તબક્કે હજુ પ્રલય વિશે કે લોકાહના આગળના ભાગો વિશે કોઈ ખાસ માહિતી મળી નથી.

    Kalyani Priyadarshan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    April 17, 2026
    મનોરંજન

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    મનોરંજન

    Ahsaas Channaની ‘Gudgudi’ Cannes 2026 Film Festival માટે પસંદગી પામી

    April 17, 2026
    મનોરંજન

    Akshay and Vamikaની ભૂત બંગલાની ૧૧,૦૦૦ ટિકિટ એડવાન્સમાં બૂક થઈ

    April 17, 2026
    મનોરંજન

    અબ તેરા ક્યા હોગા, Blake Lively?

    April 17, 2026
    મનોરંજન

    Sara Arjun હવે દક્ષિણના SuperStar Dhanush સાથે ‘D-56’માં જોવા મળી શકે છે

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ

    April 17, 2026

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    April 17, 2026

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026

    Ahsaas Channaની ‘Gudgudi’ Cannes 2026 Film Festival માટે પસંદગી પામી

    April 17, 2026

    Akshay and Vamikaની ભૂત બંગલાની ૧૧,૦૦૦ ટિકિટ એડવાન્સમાં બૂક થઈ

    April 17, 2026

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ

    April 17, 2026

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    April 17, 2026

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.