પિતાના અવસાન પછી મારા દીકરાઓમાં એક પરિપક્વતા આવી છે અને હવે તેઓ જીવનની નાજુકતા વધુ સારી રીતે સમજે છે : બોબી
Mumbai, તા.૧૭
અભિનેતા બોબી દેઓલ પોતાના પિતા ધર્મેન્દ્રના અવસાન પછીના દુઃખમાંથી પસાર થઈ રહ્યો છે. આ ખાલીપાની લાગણી વિશે વાત કરતા તેણે સ્વીકાર્યું કે ઘણીવાર તેને લાગે છે કે કાશ તેણે પિતા સાથે વધુ સમય પસાર કર્યો હોત. તેણે એમ પણ કહ્યું કે આ નુકસાને અનાયાસે તેને તેની બહેનો ઈશા દેઓલ અને અહાના દેઓલ સાથે વધુ નજીક લાવ્યો છે.એક ઇન્ટરવ્યુમાં, બોબીએ પોતાના પિતા ધર્મેન્દ્રને ગુમાવવાના દુઃખ અને તે પછી પરિવાર કેવી રીતે વધુ નજીક આવ્યો તેની વાત કરી. બોબીએ કહ્યું, “ઘણા દિવસો એવા આવે છે જ્યારે મને લાગે છે કે કાશ હું તેમની સાથે વધુ બેઠો હોત. કાશ મેં તેમને વધુ પ્રશ્નો પૂછ્યા હોતપ હવે હું પહેલાં કરતાં વધુ, મારા દીકરાઓ, પત્ની અને પરિવાર સાથે સમય પસાર કરવાનું મહત્વ સમજ્યો છું. બોક્સ ઓફિસ, રિવ્યૂ, રોલ્સપ અંતે એ બધું મહત્વનું નથી. સાચી સફળતા એ છે કે તમે તમારા પ્રિયજનો સાથે કેટલો સમય પસાર કરી શકો છો. જો શેર કરવા માટે કોઈ ન હોય તો નામ અને પૈસાનો શું ફાયદો? હું હજુ પણ તેમના ઈન્સ્ટાગ્રામના વિડિઓઝ જોતો રહું છું. તે ખૂબ જ સહજ અને હુંફાળા વ્યક્તિ હતા. ક્યારેક લાગે છે કે તેઓ સીધા મારી સાથે વાત કરી રહ્યા છે.”બોબીએ પણ સ્વીકાર્યું કે પિતાના અવસાન પછી તેના દીકરાઓમાં એક પરિપક્વતા આવી છે અને હવે તેઓ જીવનની નાજુકતા વધુ સારી રીતે સમજે છે. હવે તેઓ ખાસ કરીને એકબીજા સાથે વધુ સમય પસાર કરે છે. બોબીએ વધુમાં જણાવ્યું કે આ દુઃખે તેને તેની બહેનો ઈશા અને અહાના સાથે પણ વધુ નજીક લાવ્યો છે. બોબીએ જણાવ્યું, “મને લાગે છે કે અમે બધાં પોતપોતાની રીતે આ દુઃખનો સામનો કરી રહ્યા છીએ. ક્યારેક દુઃખમાં આપણે એકબીજાને સમજવામાં ભૂલ કરીએ છીએપ દરેકને લાગે છે કે તેમનું દુઃખ વધારે છે. પરંતુ સમય આપો. તેને સરખું થવા દોપ ગુમાવવાનો પોતાનો એક રસ્તો હોય છે પરિવારને નજીક લાવવાનો.”

