Amreli, તા.31
અમરેલી જિલ્લામાં આજે થર્ટી ફર્સ્ટની પાર્ટીઓની થતી ઉજવણી ઉપર અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ખાસ વોચ રાખવામાં આવેલ છે. ત્યારે પોલીસને મળેલ બાતમીનાં આધારે દરોડો કરી વિદેશી દારૂની બોટલ નંગ-34 સાથે એક ઇસમને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ અમરેલીના લાઠી રોડ ઉપર આવેલ મોહનનગરમાં રહેતાં વિજયભાઈ જયસુખભાઈ દાવડા નામના 33 વર્ષીય યુવકે ગત તા.29ના સાંજનાં 7/55 કલાકે સાવરકુંડલા બાયપાસ કનૈયા ગેરેજની બહાર રોડ પાસે વગર પાસ પરમીટે રાખેલ અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 180 મી.લી.ની બોટલ નંગ-34 કિમત રૂા.3910 ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
પશુઓની ચોરી
બાબરા તાલુકાના વાંકીયા ગામે રહેતાં અને ખેતીકામ કરતાં રણછોડભાઇ લખમણભાઇ બેરાણી નામનાં 49 વર્ષીય ખેડૂતની વાડી ખેતરે ખુલ્લામાં બાંધેલ દોઢ વર્ષની પાડી નંગ-1 કિમત રૂપિયા 10,000 ની ગત તા.19 ના રોજ રાત્રે 1 થી તા. ના કલાક સવારે 5 વાગ્યાના સમય ગાળા દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમ ચોરી કરી લઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
જ્યારે બીજા બનાવમાં બાબરા તાલુકાના લાલકા ગામે રહેતાં દલસુખભાઇ અરજણભાઇ ઓતરાદી નામનાં ખેડૂતની વાડી ખેતરે ખુલ્લામાં બાંધેલ બે વર્ષની પાડી નંગ-1 જેની કિમત રૂપિયા 15,000 ની ગત તા.20 ના 2 વાગ્યાના સમય ગાળા દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમ ચોરી કરી લઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

