Amreli તા.30
આજના આધુનિક યુગમાં ભારતીય વૈદિક સંસ્કૃતિની અમુલ્ય ધરોહરને સાચવવા માટે અમરેલી જિલ્લાની અગ્રણી શૈક્ષણિક સંસ્થા શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ-વિદ્યાસભા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા હનુમાનજી રક્ષા કવચ મંત્ર સાથે 10 આહુતિઓ અર્પણ કરી અદભૂત સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં આવ્યો હતો.
આ અમુલ્ય યજ્ઞને સફળ બનાવવા સ્કૂલ મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. તે બદલ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને સહને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમ વિદ્યાસભાની યાદી જણાવે છે.

