Vadodara,તા.24
વડોદરાના તરસાલીમાં આવેલા સરદારનગરમાં રહેતો મિતિક કુમાર મહેશકુમાર સહાની તરસાલી ખાતે ટ્રાન્સપોર્ટ કોર્ડીનેટર તરીકે નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવી છે કે વર્ષ 2023માં તરસાલી દેસાઈનગર પાસે આવેલી અયાન મોબાઈલના માલિક આરીફ સૈયદ (રહે-નિર્મળ પાર્ક, જ્યુપિટર ચોકડી, માંજલપુર) પાસેથી સેમસંગ કંપનીનો એક મોબાઈલ ફોન ખરીદ્યો હતો. ત્યારબાદ મારે Iphone 15 લેવાનો હોય આરીફ સૈયદને વાત કરી હતી. આરીફે એવો જવાબ આપ્યો હતો કે જાન્યુઆરી 2024 માં સારી સ્કીમ આવશે ત્યારે વાત કરીશ જાન્યુઆરી 2024 ના રોજ તેણે મને ફોન કરીને જણાવ્યું કે બજાજ ફાઇનાન્સ કંપનીમાંનો ક્રોસ ઇએમઆઇ ક્રેડિટ કાર્ડની સ્કીમ ચાલે છે. સારો ફાયદો થશે તેના પર ભરોસો રાખીને મેં iphone 15 ખરીદ્યો હતો. જેની કિંમત 82,632 હતી 3443ના 24 હપ્તાની સ્કીમ કરી હતી. ત્યારબાદ આરિફે મને એવી ઓફર આપી હતી કે આ મોબાઈલ ફોન મને આપી દે હું તને મોબાઈલના બદલામાં તમામ રૂપિયા આપી દઈશ અને બીજા ફોનના માસિક હપ્તા પણ હું ભરીશ તેને મને 20,000 રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ તેણે હપ્તા ભર્યા ન હતા અને મોબાઈલ પણ પરત કર્યો ન હતો. મેં અવારનવાર પૈસાની માંગણી કરતાં ધમકી આપી કે તારાથી થાય તે કરી લે મોબાઈલ કે પૈસા મળશે નહીં.

