Amreli, તા. 20
બગસરા ડેપોમાં બસના કંડકટરોને આપવામાં આવતા ટીકીટ મશીન પણ જુનવાણી હોય જેથી અઠવાડીયામાં ત્રણવાર મશીન બગડવાના બનાવો બની રભ છે. જેનો અનુભવ તાજેતરમાં કુંકાવાવના મુસાફરોને થતાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. તા.16 ના રોજ બગસરાથી રાજકોટ જતી સવારની બસ પહેલી બસ હોય જેથી તેમાં ટ્રાફિક પ્રમાણમાં વધારે રહેતો હોય ત્યારે કુંકાવાવ બસ સ્ટેન્ડથી ટીકીટ અપાયાબાદ ટીકીટ માટેનું મશીન ખરાબ થય જતા છેક ગોંડલ સુધી આ બસના પેસેજન્ર લેવામાં આવ્યા નહીં.
આ ટીકીટ મશીનના કારણે બસને ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે રોકી દેવી પડી હતી. જયારે પાછળની બસમાં બગસરા બસ સ્ટેન્ડથી બીજુ મશીન આવ્યા બાદ આ બસ આગળ ચાલી હતી. આમ આ બસ રાજકોટ જવા માટે ઉપડેલી બસ હોય અને સમયસર રાજકોટ પહોંચવા માટે આવા મશીન બંધ થવાના કારણે મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી ડીવીઝન દ્વારા તાત્કાલીક નવા મશીન ફાળવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરી મુસાફેરી માંગ કરી રભ છે.

