(મિલાપ રૂપારેલ)
Amreli, તા.27
અમરેલીના ઘાચીવાડ વિસ્તારમાં આવેલ દેરાસર મંદિર પાસે રહેતાં સાબીરભાઇ કાલવા તથા મહેબુબભાઇ ઇબ્રાહિમભાઇ કાલવા નામના આરોપીઓએ પોતાના હવાલાવાળા ટ્રક નં.GJ-03-BW-4969નો રૂપિયા 5,00,000 વાળામાં ભેંસ જીવ નંગ-11 કિમત રૂપિયા 2,75,000 ટ્રકમાં અત્યંત ટુકા દોરડાથી ખીચોખીચ રીતે બાંધી અને હલન ચલન પણ ન કરી શકે તે રીતે અત્યંત ક્રુરતા પુર્વક બાંધીને (ગોંધી), કોઇપણ પ્રકારના ઘાસ ચારા વગર અને પાણીની સગવડતા લઇ જઇ હોય તેમજ સદરહું ભેંસોની હેરાફરીની કોઇ પાસ પરમીટ વગર લઇ જતા આરોપી સાબીરભાઇ પકડાય ગયેલ હોય જ્યારે મહેબુબભાઇ ગેરકાયદેસર રીતે કતલ કરવાના ઇરાદે સદરહું ભેંસો પોતાના માલીકીના ટ્રકમાં પોતાના તબેલેથી ભરી દીધેલ હોય જેથી આ બંને સામે પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
વૃધ્ધનું મોત
મુળ મધ્યપ્રદેશના અને હાલ અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાના ભુરખીયા ગામે પ્રકાશભાઇ મુળજીભાઇ બારડની વાડી રહેતાં વિક્રમભાઇ ઇડીયાભાઇ અજનાર નામનાં 60 વર્ષીય વૃધ્ધ કુવામાં એક કબુતર પકડવા માટે કુવામાં ઉતરતા હતા. તે વખતે તેના હાથમાં રહેલ દોરડું છુટ્ટી જતા વૃધ્ધ કુવાના પાણીમાં પડી જતા પાણીમાં ડુબી જવાથી તેમનું અકસ્માતે મોત થયાનું પોલીસમાં થવા પામેલ છે.
ચોરી
અમરેલીના કુંકાવાવ રોડ ઉપર આવેલ નારાયણ મીલમાં રહેતાં અભિષેક કુસ્વાહા નામના આરોપીએ તે જ સ્થળે રહેતાં રાહુલભાઇ ઇશ્વરપ્રસાદી કુસ્વાહા નામનાં32 વર્ષીય યુવકના ઘરનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી, સેટી પલંગ અંદર રાખેલ પાકીટમાંથી સોનાનો ચેઇન, કાંડા ઘડીયાળ 1500 મળી કુલ કિમત રૂપિયા 1,51,500 ની મત્તાની કરી લઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

