Mumbai,તા.02
દીપિકા પદુકોણ શાહરુખ ખાનની ‘કિંગ’ ફિલ્મ માટે શૂટિંગ કરી રહી હોવાની તસવીરો વાયરલ થઈ છે.
આ ફિલ્મનાં શૂટિંગની કેટલીક તસવીરો ઓનલાઈન મૂકાઈ છે. તેમાં દીપિકા તથા શાહરુખ કોઈ દ્રશ્યનું શૂટિંગ કરી રહેલાં જણાય છે.
થોડા દિવસો પહેલાં જ બીજી પ્રેગનન્સી જાહેર કરનારી દીપિકા અત્યારે હાથ પર લીધેલા પ્રોજેક્ટ પૂરા કરવા માટે પ્રયત્નશીલ છે. શાહરુખની ‘કિંગ’ સાથે તે અલ્લુ અર્જુનની ‘રાકા’ માટે પણ પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કરવાની છે.
ઉલ્લેખનીય છ ેકે, ‘કિંગ’ દીપિકા અનેે શાહરુખ સાથે હોય તેવી છઠ્ઠી ફિલ્મ બનશે. બંનેએ અગાઉ ઓમ શાંતિ ઓમ, હૈપ્પી ન્યૂ ઇયર, ચેન્નઇ એક્સપ્રેસ, જવાન અને પઠાનમાં સાથે કામ કર્યું હતું.

