Gandhinagar,તા.૧૦
તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થઇ છે પરંતુ તેમાં અનેક બેઠકમાં કારણોવશ કેટલીક બેઠકો ચૂંટણી માટે હવે પેટા ચૂંટણી યોજાવાની છે. જે અંગે હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો અને નોટિફિકેશન પણ થઈ ગયું છે. જે અંતર્ગત તાજેતરમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કુલ ૧૫ બેઠકોમાં ચૂંટણી માટેનું મતદાન આવનાર ૨૮ જુલાઈના રોજ યોજવાનું છે.
જેમાં મહાનગરપાલિકામાં પેટા ચૂંટણી જોઈએ તો જુનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૩ ની ૧ સામાન્ય બેઠકમાં ચૂંટણી યોજાશે. જ્યારે નગરપાલિકામાં દેવગઢ બારીયાની ૬ બેઠકો અને વિસનગરની ૧ બેઠક મળી કુલ ૭ બેઠકો માટેની પેટચૂંટણી જાહેરાત થઈ છે. જ્યારે જિલ્લા પંચાયતમાં આણંદ જિલ્લા પંચાયતની પાળજ બેઠક પર પેટા ચૂંટણી જાહેરાત થઈ છે.
આ ઉપરાંત તાલુકા પંચાયતોમાં હળવદ તાલુકાની રણછોડગઢ પોશીના તાલુકાની ટેબડા, સતલાસણા તાલુકાની સતલાસણા-૨ અને હારીજ તાલુકાની અડીયા તેમજ નેત્રંગ તાલુકાની બિલોઠી જ્યારે નવા નિર્માણ પામેલા અને ફાગવેલ તાલુકાની ચિખલોડ એમ આ તમામ તાલુકાની મળી કુલ ૬ બેઠકોમાં પેટા ચૂંટણી યોજાશે. પેટા ચૂંટણીનો ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૪ જુલાઈ અને ઉમેદવારી પત્રોની ચકાસણી ૧૫ જુલાઈએ થશે અને ઉમેદવારી પત્રો ખેંચવાની છેલ્લી તારીખ ૧૬ અને ૧૭ જુલાઈ થશે. ત્યાર બાદ પેટા ચૂંટણી માટે મતદાનની ૨૮ જુલાઈએ અને મતગણતરી ૩૦ જુલાઈએ યોજાવાની છે.
હાલ તો આ ચૂંટણીની જાહેરાત સાથે જ સંબંધિત વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમા છે. રાજ્ય ચૂંટણી આયોગે નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે પૂરતા પોલીસ બંદોબસ્તની માટેની વ્યવસ્થામાં જોતરાઈ ગયું છે.

