Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    July 10, 2026

    Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ

    July 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય
    • Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!
    • Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ
    • 11 જુલાઈનું પંચાંગ
    • 11 જુલાઈનું રાશિફળ
    • ત્રીજા પ્રશ્ન ઉપનિષદનો પ્રશ્ન પંચ પ્રાણના સ્વરૂપ ને કંઈ રીતે સમજાવે છે?
    • શું આ વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટો અંતિમ સંસ્કાર હોઈ શકે છે?
    • ખેતરથી વૈશ્વિક બજાર સુધી: શું નવી સરકારી ડુંગળીના ભાવ ભારતને કૃષિ મહાસત્તા બનાવવા તરફ નિર્ણાયક પગલું છે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!
    અમદાવાદ

    Ahmedabad માં દત્તકના નામે બાળકોના ખરીદ-વેચાણની ડીલથી હડકંપ!

    Vikram RavalBy Vikram RavalJuly 10, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૦

    વટવામાં ર૦ દિવસની બાળકીને રમાડવાના બહાને લઈ જઈ વેચી દેવાની ઘટના માત્ર એક પોલીસ કેસ નથી. આ ઘટનાએ ગેરકાયદે બાળક દત્તક લેવાના કાળા કારોબાર તરફ ફરી એક વાર ધ્યાન દોર્યું છે. બાળકોનાં ખરીદ-વેચાણનું નેટવર્ક વર્ષોથી વિવિધ રાજ્યમાં સક્રિય છે અને તેમાં વચેટિયાઓ, ગરીબ પરિવારો, નકલી દસ્તાવેજો તથા બાળક દત્તક લેવા આતુર દંપતીઓ સુધીની આખી સાંકળ કામ કરતી હોય છે. કાયદાને બાયપાસ કરીને બેબી માર્કેટનો કાળો કારોબાર ચાલી રહ્યો છે.

    ભારતમાં બાળકને દત્તક લેવાની કાયદેસર પ્રક્રિયા લાંબી અને કડક હોવાથી કેટલાક લોકો ગેરકાયદે રસ્તો અપનાવે છે. ખાસ કરીને નવજાત બાળકની માગ સૌથી વધુ હોવાથી આવાં બાળકો માટે લાખો રૂપિયાના સોદા થતા હોવાના અનેક કેસ અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. તપાસ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આવા રેકેટમાં સૌથી પહેલાં ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારો પર નજર રાખવામાં આવે છે. કેટલીક વખત કુંવારી માતાઓ અથવા ગંભીર આર્થિક સંકટમાં રહેલી મહિલાઓનો સંપર્ક કરવામાં આવે છે. બાળકના બદલામાં રોકડ રકમની ઓફર કરીને બાળકને જન્મ બાદ તરત જ અન્ય વ્યક્તિને સોંપી દેવામાં આવે છે.

    આ સમગ્ર પ્રક્રિયામાં વચેટિયાઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેઓ બાળક લેવા ઇચ્છતા દંપતી અને બાળક આપનાર વ્યક્તિ વચ્ચે કડી તરીકે કામ કરે છે. ત્યાર બાદ ખોટાં જન્મ પ્રમાણપત્ર, નકલી હોસ્પિટલ રેકોર્ડ અને દત્તકના બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને સમગ્ર સોદાને કાયદેસર હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

    સોશિયલ મીડિયા પણ આવા રેકેટ માટે માધ્યમ બન્યું છે. વોટ્‌સએપ ગ્રૂપ, ફેસબુક અને ઓળખાણના નેટવર્ક દ્વારા બાળક દત્તક લેવા ઇચ્છતા લોકો સુધી પહોંચવામાં આવે છે. ત્યાર બાદ લાખો રૂપિયામાં બાળકનો સોદો કરવામાં આવે છે. ગેરકાયદે દત્તક લેવાયેલા બાળકને ભવિષ્યમાં પોતાની ઓળખ, વારસાગત અધિકાર અને જન્મના રેકોર્ડ જેવી અનેક કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી કાયદેસર પ્રક્રિયા સિવાય બાળક દત્તક લેવું કે આપવું ગંભીર ગુનો ગણાય છે.

    અમદાવાદમાં અગાઉ એક સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ કોઈ કાયદેસર પ્રક્રિયા વિના અન્ય મહિલાને બાળક સોંપ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે બાળક અને જન્મ આપનાર માતાનું ડીએનએ પરીક્ષણ કરાવ્યું હતું. ડીએનએ મેચ થયા બાદ કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરીને જ બાળક દત્તક આપવામાં આવ્યું હતું.

    ફેબ્રુઆરી-ર૦ર૬માં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશનમાં આંતરરાજ્ય બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ઉપરાંત તેલંગાણા અને ઉત્તરપ્રદેશ સુધી ફેલાયેલા આ નેટવર્કમાંથી પોલીસે એક નવજાત શિશુને સુરક્ષિત રીતે બચાવ્યું હતું. તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધારો સહિત અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બનાસકાંઠાના દાંતા વિસ્તારના વધુ બે આરોપીઓની સંડોવણી પણ સામે આવી હતી. તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીઓ એજન્ટો પાસેથી આશરે રૂ. પાંચ લાખમાં નવજાત બાળક ખરીદતા, ત્યાર બાદ સંતાનસુખથી વંચિત દંપતીને રૂ. ૧પ લાખ સુધીમાં વેચતા હતા. બાળકને કાયદેસર હોવાનું દર્શાવવા માટે નર્સિંગ હોમ અને હોસ્પિટલોના સહારે બોગસ જન્મ પ્રમાણપત્રો તથા અન્ય દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા હતા, જેથી બાળક ખરીદનાર દંપતીને કાયદાકીય મુશ્કેલી ન પડે. સમગ્ર કેસમાં બાળ તસ્કરીના સંગઠિત નેટવર્કનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026
    ગુજરાત

    Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ

    July 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    ૪૦ વર્ષમાં મોદી New Zealand ની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડા પ્રધાન બન્યા

    July 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Zelensky ને મોટો ફાયદો, અમેરિકા પેટ્રિઅટ એર ડિફેન્સ સિસ્ટમના ઉત્પાદન માટે લાઇસન્સ આપશે

    July 10, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran પરના નવા હુમલા પછી ટ્રમ્પ અને નેતન્યાહૂએ વાતચીત કરી, જેમાં ગલ્ફ દેશોની પરિસ્થિતિ પર ચર્ચા થઈ

    July 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઘુમામાં વૃદ્ધાના પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી એક કરોડની લોન લઇ લીધી

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026

    Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ

    July 10, 2026

    11 જુલાઈનું પંચાંગ

    July 10, 2026

    11 જુલાઈનું રાશિફળ

    July 10, 2026

    ત્રીજા પ્રશ્ન ઉપનિષદનો પ્રશ્ન પંચ પ્રાણના સ્વરૂપ ને કંઈ રીતે સમજાવે છે?

    July 10, 2026

    શું આ વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટો અંતિમ સંસ્કાર હોઈ શકે છે?

    July 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad કોટ વિસ્તારનાં મકાનો હવે ત્રણ રંગમાં રંગાશે ,યુનેસ્કોની મુલાકાત બાદ નિર્ણય

    July 10, 2026

    Gujarat માં સ્થાનિક સ્વરાજ્યની ૧૫ બેઠકો પર પેટાચૂંટણીની તૈયારીઓ તેજ, ૨૮ જુલાઈએ મતદાન અને ૩૦ મીએ પરિણામ

    July 10, 2026

    11 જુલાઈનું પંચાંગ

    July 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.