New Delhi,તા.૨૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધ વચ્ચે ઈરાનને ઈદની શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી. વાતચીત દરમિયાન, તેમણે ઈદ અને નવરોઝની શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર લખ્યું કે અમે આશા વ્યક્ત કરી છે કે આ તહેવારોની મોસમ પશ્ચિમ એશિયામાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ લાવશે.
પીએમ મોદીએ ઈરાનમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ પર થયેલા હુમલાઓની પણ નિંદા કરી, જે પ્રાદેશિક સ્થિરતા માટે ખતરો છે અને વૈશ્વિક પુરવઠા શૃંખલાઓને વિક્ષેપિત કરે છે.
પીએમ મોદીએ નેવિગેશનની સ્વતંત્રતાનું રક્ષણ કરવા અને શિપિંગ રૂટ ખુલ્લા અને સલામત રહે તે સુનિશ્ચિત કરવાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો. તેમણે ઈરાનમાં ભારતીય નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ઈરાનના સતત સમર્થનની પ્રશંસા કરી.
આજે, ભારત સહિત વિશ્વભરના ઘણા દેશોમાં મુસ્લિમ સમુદાયો ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઈદનો તહેવાર ઉજવી રહ્યા છે. રમઝાનના એક મહિનાના ઉપવાસના સફળ સમાપન પછી આ પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે.

