હત્યા, હત્યાની કોશિશ, મારામારી, ચોરી સહિતના ૧૭ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા હિસ્ટ્રીસિટરને ભુજ જેલમાં ધકેલ્યો
Rajkot તા.૨૮
શહેર પોલીસ કમિશનરે સપાટો બોલાવી માથાભારે શખસ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે.જેમાં હત્યા, હત્યાની કોશિશ, મારામારી, ચોરી સહિતના ૧૭ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા હિસ્ટ્રીસિટર પ્રિતેશ ઉર્ફે દીકુડો ગોટેચાની ભક્તિનગર પોલીસે અટકાયત કરી ભુજ જેલમાં ધકેલ્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મારામારી સહિતના શરીર સંબંધી ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા માથાભારે શખ્સો સામે કડક હાથે કામગીરી કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગુનેગારોનો ઈતિહાસ ચકાસતા જેમાં શહેરના વિસ્તારમાં આવેલ મારુતિનંદન માં રહેતો પ્રિતેશ ઉર્ફે દીકુડો અલ્પેશ ગોટેચા નામના શખ્સ સામે હત્યા, હત્યાની કોશિશ, મારામારી, ચોરી સહિતના ૧૭ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલો અને બે વખત પાસાની હવા ખાઈ ચૂક્યો હોવાથી તેની સામે પીસીબી શાખા દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી જે દરખાસ્ત પર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજૂરીની મહોર મારી હતી. જે વોરંટની ભક્તિનગર નગ પોલીસ મથકના સ્ટાફે બજવણી કરી પ્રિતેશ ઉર્ફે દીકુડો ગોટેચાની અટકાયત કરી ભુજ જેલમાં ધકેલવામાં આવ્યો છે.

