Amreli,તા.23
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના છતડીયા ગામ જે તમાંમ આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું છે. છતડીયા ગામમાં વધુમાં વધુ વિકસિત બનાવવા માટે ભાજપના આગેવાન વીરભદ્રભાઈ ડાભીયા સતત મહેનત કરી રહ્યાં છે. રાજ્યના વિકાસ અને નાગરિકોના સર્વાંગી કલ્યાણને વરેલી રાજ્ય સરકાર શહેરી વિકાસની સાથે ગામડાઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. જ્યાં સરકારની લોકોપયોગી યોજના અને જિલ્લા પ્રશાસનના લોકાભિમુખ વહીવટના કારણે ગ્રામજીવનમાં સર્વાંગી વિકાસના દ્વાર ખુલ્યા છે.
રાજુલાના છતડીયા ગામમાં રાજ્ય સરકાર દ્વારા બસ સ્ટેન્ડ, આરોગ્ય કેન્દ્ર, પરાથમ શાળા, સી.સી. રોડ, ૨૪ કલાક પાણીની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા સહિતની આધુનિક સુવિધાઓ ગામને મળી છે. આ વિકાસના કાર્યો અંગે સરપંચ મુકેશભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે, અંદાજે ૧૨૦૦ ની વસ્તી ધરાવતાં છતડીયા ગ્રામજનોનો મુખ્ય વ્યવસાય કૃષિ છે. વહીવટી તંત્રના ઉમદા આયોજન થકી ગ્રામજનોને શિક્ષણ, આરોગ્ય અને પરિવહન સહિતની સુવિધાઓ ઘર આંગણે મળી રહી છે. અને ગામની માળખાગત સુવિધાઓ છે. આજે અમારા ગામમાં ગ્રામ પંચાયત કચેરી, આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળા, બસ સ્ટેન્ડ, સી.સી.ટી.વી કેમેરા, ૨૪ કલાક પાણી વિતરણની વ્યવસ્થા, ગામની ત્રણ કિલોમીટરના અંતરે આરોગ્ય કેન્દ્ર અને જાહેર શૌચાલય સહિતની સુવિધાઓ છે. તેમજ રાજુલા તાલુકા ભાજપના મહામંત્રી તથા છતડીયા ઉપસરપંચ વીરભદ્રભાઈ ડાભીયાએ જણાવેલ કે, છતડીયા ગામના વિકાસ માટે જિલ્લા ક્લેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓનો હંમેશા માટે સકારાત્મક અભિગમ રહ્યો છે. ગ્રામજનોના હિતાર્થે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી જે પણ માંગ્યું તે સરકારે ઉદાર હાથે આપ્યું છે. સરકારની સુવિધાઓ લોકો સુધી ખરા અર્થમાં પહોંચી રહી છે કે નહિ તેની ચકાસણી અર્થે સમયાંતરે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગામની મુલાકાત પણ લેવામાં આવે છે અને જરૂર પડ્યે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે. આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે ગામનું એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અને ખાસ કરીને વાડી વિસ્તારના બાળકો પણ કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના શાળાએ જઈ શકે તે માટે સ્કુલવાન છે. આખા છતડીયા ગામમાં સ્ટ્રીટ લાઈટ પણ લગાવવામાં આવી છે. સુગમ પરિવહન માટે ગામમાં ૮૦ ટકા બ્લોક રોડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સ્મશાન ગૃહના આશરે ૨ એકર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. ગ્રામજનોના આરોગ્યની સુખાકારી માટે સ્વ ખર્ચે એમ્બ્યુલન્સ પણ સેવાર્થે આપવામાં આવી છે. વધુમાં લોકો પર્યાવરણની સમીપ રહીને હળવાશનો સમય પસાર કરી શકે અને બાળકોને સ્પોર્ટ્સ એક્ટિવિટી થકી ખેલકૂદમાં આગળ વધવાની પ્રેરણા મળી શકે તે માટે ભવિષ્યના આયોજનના ભાગરૂપે ગામની વચ્ચે આવેલા તળાવ પાસે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અને કસરત અને રમત-ગમતના સાધનો સાથે ગાર્ડન બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. વધુમા જણાવ્યુ કે, ગામડાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની કાર્ય નીતિનું જ્યારે જિલ્લા પ્રશાસનના અધિકારીઓ દ્વારા કટિબદ્ધતા સાથે અમલીકરણ કરવામાં આવે તો તેના કેવા સુંદર પરિણામો મળી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ અમરેલી જિલ્લાનું છતડીયા ગામ બની રહ્યું છે. છતડીયા ગામના તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું છે

