૧૫૦૦ થી વધારે ગોરણીને ભેટ તથા પ્રસાદી અપાશે,સર્વ સમાજ દરેક જ્ઞાતિ માટે ભવ્ય કાર્યક્રમ
Veraval તા.૮ઃ
વેરાવળ શહેર માં જલ્યાણ ગ્રુપ દ્વારા આવતીકાલે મંગળવારે સમગ્ર જ્ઞાતિ સમાજ ના હીતાર્થે રાંદલ માતાજીના ૧૦૮ લોટા મહોત્સવ નું ભવ્ય આયોજન કરાયું છે તેમાં ૧૫૦૦ થી વધારે ગોરણીઓ ને પ્રસાદ અને ભેટ અપાશે.
વેરાવળ જલ્યાણ ગ્રુપ ના ચેરમેન તેમજ લોહાણા મહાજન પ્રમુખ દીપક કકકડે જણાવેલ હતું કે છેલ્લા ૧૦ વર્ષ થી ભવ્ય આયોજન થઈ રહેલ છે સમુહ રાંદલ માં ના લોટા માં દેશ વિદેશ થી યજમાનો જોડાય છ આ ધાર્મિક કાર્યક્રમ માં દરેક જ્ઞાતિ સમાજના પરીવારો માતાજીના લોટા નોંધાવી શકે છે તેમજ બાળાઓને ભેટ તથા પ્રસાદી પણ આપી શકે છે જલ્યાણ ગ્રુપ દ્વારા આટલો મોટો વિશાળ ધાર્મિક કાર્યક્રમ વર્ષોથી યોજાય છે જેથી અનેક સામાન્ય નાના પરીવારો તેમજ માતાજીનો આસ્થા સાથે જોડાયેલા હજારો પરીવારો દર્શનાર્થે પણ પધારે છે
આ કાર્યક્રમ તા.૧૨/૫ ના રોજ આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો અતંર્ગત સવારે ૯ કલાકે પુજા અર્ચના, ૧૧ થી ૨ બાળાઓને પ્રસાદી, સાંજે ૫ કલાકે થી માતાજીની આરાધના તથા ગરબા સાંજે ૭ કલાકે મહાઆરતી દીપમાળા સહીત ના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયેલ છે સવારે ૯ વાગ્યથી રાત્રે ૧૧ વાગ્યા સુધી દર્શન નો લાભ ભકતોજનો મળશે
સૌથી મોટી ધાર્મિક કાર્યક્રમ સર્વ સમાજ માટે વર્ષોથી ઉજવાય છે જેમાં નાના માં નાના પરીવારો લોટા નોધાવીને ભાગ લઈ છે ભુદેવો દ્વારા દ૨ેક યજમાનોને વીધીવંત પુજા,યજમાનો દ્વારા ગોરણી ના પગ ધોવાના ની સેવા તેમજ સાંજે રાસ ગરબા સહીત ના કાર્યક્રમો યોજાય છે દર્શનાર્થે આવતા માતાજીના ભકતોને પ્રસાદી અપાય છે. ગીર સોમનાથ જીલ્લા ના તાલાલા,સુત્રાપાડા,કોડીનાર,ઉના, ગીરગઢડા તાલુકાના શહેર તથા ગ્રામ્ય વિસ્તારના દર્શનાર્થીઓને લાભલેવા એક યાદીમાં જણાવેલ છે.

