Lucknow તા.૮
ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝનની ૫૦મી લીગ મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં આરસીબીના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં આરસીબી વતી રમી રહેલા અનુભવી ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે મેદાનમાં ઉતરતા જ એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો અને એક ખાસ યાદીમાં જોડાયા.
ભુવનેશ્વર કુમાર આઇપીએલ ઇતિહાસમાં ૨૦૦ મેચનો આંકડો પાર કરનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યો. ભુવનેશ્વર કુમારે આ સિઝનમાં બોલ સાથે પણ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે, નવ મેચમાં ૧૭ વિકેટ લીધી છે. ૨૦૦ મેચ પૂર્ણ કરવા બદલ ખુશી વ્યક્ત કરતા ભુવનેશ્વર કુમારે કહ્યું, “આ ખરેખર ખાસ છે. ૨૦૦ મેચ રમવી એ પોતાનામાં એક મોટી સિદ્ધિ છે. હું ખૂબ ખુશ છું. મને લાગે છે કે સૌથી સારી વાત એ છે કે હું ગઈ સિઝનમાં ટ્રોફી જીતનાર ટીમ સાથે આ સિદ્ધિ મેળવી રહ્યો છું, અને મારા માટે આનાથી વધુ સારું શું હોઈ શકે.”
ભુવનેશ્વર કુમાર આઇપીએલ ઇતિહાસમાં ૨૦૦ કે તેથી વધુ મેચ રમનાર ફક્ત ૧૨મો ખેલાડી બન્યો. આ યાદીમાં ટોચ પર એમએસ ધોની છે, જેણે કુલ ૨૭૮ મેચ રમી છે, ત્યારબાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી છે. આ યાદીમાં ફક્ત ભારતીય ખેલાડીઓએ જ આ સિદ્ધિ મેળવી છે, જેમણે ૨૦૦ કે તેથી વધુ મેચ રમી છે. સુનીલ નારાયણે આઈપીએલમાં વિદેશી ખેલાડી માટે સૌથી વધુ મેચ રમી છે, તેમણે કુલ ૧૯૭ મેચ રમી છે.
ખેલાડી કુલ મેચઃ એમએસ ધોની ૨૭૮ મેચ,રોહિત શર્મા ૨૭૭ મેચ,વિરાટ કોહલી ૨૭૭ મેચ,રવિન્દ્ર જાડેજા ૨૬૪ મેચ,દિનેશ કાર્તિક ૨૫૭ મેચ,શિખર ધવન ૨૨૨ મેચ,રવિચંદ્રન અશ્વિન ૨૨૧ મેચ,અજિંક્ય રહાણે ૨૦૭ મેચ,સુરેશ રૈના ૨૦૫ મેચ,રોબિન ઉથપ્પા ૨૦૫ મેચ,અંબાતી રાયડુ ૨૦૪ મેચ,ભુવનેશ્વર કુમાર ૨૦૦ મેચ

