New Delhi,તા.03
દેશનું કિંમતી વિદેશી હુંડીયામણમાં ગાબડા પાડી રહેલી સોના-ચાંદીની આયાતમાં એક બાદ એક નિયંત્રણો આવી રહ્યા છે તેમાં ચાંદીમાં આયાત નિયમો કડક બનાવી હવે ફરી રિઝર્વ બેન્ક દ્વારા માન્ય એજન્સી જ ચાંદીની આયાત કરી શકશે તે નિશ્ચિત કર્યુ છે.
ડિરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા આ અંગે યોગ્યતા ધરાવતી એજન્સીઓ રિઝર્વ બેન્કની મંજુરી સાથે ઈન્ટરનેશનલ બુલીયન એકસચેંજના માધ્યમથી આ આયાત કરી શકશે.
સરકારે સોના-ચાંદી પરની આયાત જકાત વધારીને 15% કર્યા બાદ સોનાની આયાતને પણ નિયંત્રીત કરી હતી. એપ્રિલ માસમાં ચાંદીની આયાત 157% વધીને 411 મિલિયન ડોલરથી થતા સરકાર ચોંકી ગઈ હતી.
આ નિયમો હેઠળ માન્ય એજન્સીઓ જેમાં 99.9% ચાંદી હોય તેને લાગુ પડે છે. ભારત યુએઈ-બ્રિટન તથા ચીનથી મોટાપાયે ચાંદી આયાત કરે છે.

