Tamil Nadu તા.3
મદ્રાસ હાઈકોર્ટે તામિલનાડુના મુખ્યમંત્રી અને ટીવીકે પ્રમુખ સી.જોસેફ વિજયને મોટી રાહત આપી છે. છેતરપીંડી અને મની લોન્ડ્રીંગ મામલે તેની સામે અરજી કરનારે ખુદે જ અરજી પાછી ખેંચી લેતા અને અરજદારની આ માંગ સ્વીકારીને અરજીને ફગાવી દીધી છે. હાઈકોર્ટે આ ફેસલો ત્યારે સંભળાવ્યો જયારે અરજદારે પોતાની અરજી પરત ખેંચવાનો કોર્ટને અનુરોધ કર્યો હતો જેનો હાઈકોર્ટે સ્વીકાર કર્યો હતો.
અરજીમાં એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે વિજયે તેની કેટલીક નાણાકીય લેવડ-દેવડ છુપાવી છે અને મહેનતાણામાં કથિત રીતે હિસાબ-કિતાબ વિનાની રોકડ મેળવી હતી.
અરજદાર રાજકુમારે અદાલતથી આવકવેરા વિભાગને નિર્દેશ દેવાની માંગ કરી હતી કે તે 30 સપ્ટેમ્બર 2015ના રોજ વિજયના ઘરે તલાશી કાર્યવાહીમાં નોંધાયેલ તથ્યો, દસ્તાવેજો અને નિષ્કર્ષોની તપાસ કરે. જો કે હવે આ મામલે અરજદારે જ અરજી પાછી ખેંચતા અદાલતે આરોપો પર કોઈ ટિપ્પણી નહોતી કરી…

