Morbi,તા.14
મોરબીની સબ જેલમાં અવારનવાર કેદીઓ પાસેથી મોબાઈલ મળી આવતા હોય છે તપાસ દરમિયાન મોબાઈલ, પાન માવા પકડાવવાના સિલસિલા વચ્ચે આજે સવારે પોટલામાં માવા તેમજ મોબાઈલ વીંટી જેલની અંદર ઘા કરવામાં આવ્યો હતો અને જેલના સ્ટાફની સતર્કતાને પગલે મુદામાલ કબજે લેવામાં આવ્યો છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સબ જેલમાં સવારે સિપાઈ દિનેશભાઈ આર મીઠાપરા દ્વારા કોટપાળી રાઉન્ડ લઇ ચેક કરતા યાર્ડ નં ૧ ની જનરલ સંડાશ પાછળની સાઈડમાં ખૂણામાં એક કાળા કલરનું પ્લાસ્ટિક ઝબલું પડ્યું હતું જેમાં જેલ પ્રતિબંધિત ચીજવસ્તુ હોવાની શંકાને પગલે ઇન્ચાર્જ જેલર અને અધિક્ષકને બોલાવી ચેક કરતા ચાર નંગ તમાકુ વાળા મસાલા, એક બીડીની જુડી, એક ચુનાનું પાઉચ અને પ્લાસ્ટિક થેલીમાં સેલો ટેપ વીંટેલ મોબાઈલ ફોન બેટરી સાથે સીમકાર્ડ મળેલ છે જે પોટલાનો જેલ બહારથી ઘા કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ છે સબ જેલ પ્રસાશને બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધવવા તજવીજ હાથ ધરી છે

