Britain તા.4
બ્રિટનમાં એક લશ્કરી તાલીમ કવાયત દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઈંગ્લેન્ડના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા ડેવોન કાઉન્ટીના સોર્ટન વિસ્તાર નજીક રોયલ નેવીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં સવાર ત્રણ ક્રૂ મેમ્બર્સના મોત નીપજ્યા છે.
રોયલ નેવીના જણાવ્યા અનુસાર, બુધવારે વહેલી સવારે આશરે 4 વાગ્યે આ હેલિકોપ્ટર એક ખેતરમાં તૂટી પડ્યું હતું. બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે મૃતક જવાનોના પરિવારોને આ અંગે જાણ કરી આપી છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે આ ઘટનાને અત્યંત દુ:ખદ ગણાવી છે. હેલિકોપ્ટર કયા કારણોસર ક્રેશ થયું તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ સૈન્ય અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે,જે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે તે રોયલ નેવીનું અત્યંત શક્તિશાળી અને ભરોસાપાત્ર ‘મરલિન ખઊં4’ હેલિકોપ્ટર હતું. બ્રિટિશ નૌસેના માટે આ હેલિકોપ્ટર ખૂબ મહત્વનું માનવામાં આવે છે. સમુદ્રમાં દુશ્મનની સબમરીનનો સામનો કરવા, સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન, દરિયાઈ પેટ્રોલિંગ અને સૈન્ય સામાનની હેરફેર માટે તેનો મુખ્ય ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આ હેલિકોપ્ટર ઉડાવવા માટે 4 ક્રૂ મેમ્બર્સની જરૂર પડે છે.
અને તે પોતાની સાથે અંદાજે 24 જવાનોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. રોયલ નેવીના પ્રમુખ જનરલ ગ્વિન જેનક્ધિસે આ અકસ્માત અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે તપાસ પૂરી થયા બાદ જરૂરી વિગતો જાહેર કરવામાં આવશે.

