Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો

    June 8, 2026

    Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ

    June 8, 2026

    Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો

    June 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો
    • Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ
    • Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો
    • Jamnagar ધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
    • Morbi પોલીસની ’શી-ટીમ દ્વારા અસહાય વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ આશરો અપાવાયો
    • Morbi આપઘાતની બે ઘટના વેપારી અને યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
    • Morbi દહેજનાં ભૂખ્યા સાસરિયાંના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો
    • Morbi મહીલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»શાંતિ કરાર પછી જ ઇરાન પરના પ્રતિબંધો હટાવીશુંઃ Trump
    આંતરરાષ્ટ્રીય

    શાંતિ કરાર પછી જ ઇરાન પરના પ્રતિબંધો હટાવીશુંઃ Trump

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 8, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ઘલીબાફે જણાવ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયેલના થાણા અને મિલ્કતો હવે અમારા નિશાન પર રહેશે

    Washington, તા.૮

    ઇરાન સાથેની શાંતિ મંત્રણા માટે પોતાનું વલણ વધુ આકરું બનાવતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ કોઈપણ સંભવિત શાંતિ કરાર પહેલા ઈરાનની જપ્ત કરાયેલો  સંપત્તિઓને મુક્ત નહીં કરે અથવા પ્રતિબંધો હટાવવા માટે સંમત થશે નહીં. આની સાથે તેમણે ઇરાન સંમત થાય કે ન થાય, પરંતુ તેના સંવર્ધિત યુરેનિયમના ભંડાર પર અંકુશ મેળવવાનો અને તેનો નાશ કરવાની પણ ચેતવણી આપી હતી. બીજી બાજુ ઇઝરાયેલે લેબનોનમાં બોમ્બમારો ચાલુ રાખ્યો છે. જેમાં વધુ બે લોકોનાં મોત થયા છે અને એક ડઝનથી વધુ ઘવાયા છે. ઇરાને તેનો આકરો બદલો લેવાનો હુંકાર કર્યો છે. સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ઘલીબાફે જણાવ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયેલના થાણા અને મિલ્કતો હવે અમારા નિશાન પર રહેશે.બહેરીન અને કુવૈત પર ઇરાનના બેલિસ્ટિક મિસાઇલ અને ડ્રોન હુમલા અને તે પછી અમેરિકના ઇરાનના સર્વેલાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલા પછી ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું. બંને દેશો વચ્ચે લશ્કરી સંઘર્ષ વચ્ચે શાંતિ મંત્રણાના પ્રયાસો પણ તેજ થયા છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરનો સંદેશ લઈને તહેરાન પહોંચ્યાં હતાં. અગાઉ પણ પાકિસ્તાનની મધ્યસ્થીમાં ઇરાન અને અમેરિકાના અધિકારીઓએ મંત્રણા કરી હતી. જોકે તેમાં કોઇ સફળતા મળી ન હતી. ટ્રમ્પે  જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી ચાલતા યુદ્ધને સમાપ્ત કરવા માટે કોઈ કરાર થાય છે, તો અમેરિકા ઈરાનના સંવર્ધિત યુરેનિયમને શોધીને તેનો નાશ કરવામાં ઈરાન સાથે મળીને કામ કરશે. ન્યૂઝના ‘મીટ ધ પ્રેસ’ કાર્યક્રમમાં આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે જો કોઈ સમજૂતી નહીં થાય, તો અમેરિકા ઈરાનની સૈન્ય ક્ષમતાને વધુ નબળી બનાવશે, જેથી અમેરિકન દળો સુરક્ષિત રીતે તેને પરમાણુ સામગ્રી જપ્ત કરી શકે. જો અમારી વચ્ચે એવો કરાર થાય કે હવે અમે મિત્રતાપૂર્વક આગળ વધીએ છીએ, તો અમે સાથે મળીને કામ કરીશું. સાધનો અમારા હશે. અમે તે યુરેનિયમને બહાર કાઢી તેનો નાશ કરીશું.અમેરિકી પ્રેસિડન્ટે દાવો કર્યો હતો કે  તેઓ ઈરાન સાથે કરાર કરવા માટે ખૂબ નજીક પહોંચી ગયા છે, પરંતુ તેઓ ઈરાન પર વધુ દબાણ કરી રહ્યા છે, જેથી તે પોતાની પરમાણુ મહત્ત્વાકાંક્ષાઓને સંપૂર્ણપણે છોડી દેવાની પ્રતિબદ્ધતા આપે.તેમણે ચેતવણી આપી હતી કે જો કરાર નહીં થાય તો અમે ઈરાન સામે ખૂબ કડક સૈન્ય કાર્યવાહી કરીશું, જેથી દરેક સ્થિતિમાં અમારી સુરક્ષા સુનિશ્ચિત રહેશે. શાંતિ કરાર પૂર્ણ ન થાય ત્યાં સુધી ઈરાન પરના પ્રતિબંધો હટાવવામાં આવશે નહીં અને તેની જપ્ત કરાયેલી સંપત્તિઓ પણ મુક્ત કરાશે નહીં. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાને એ હકીકત સ્વીકારી લીધી છે કે તે પરમાણુ હથિયારો નહીં બનાવે. કરારના ડ્રાફ્ટમાં પણ એવી જોગવાઈ છે કે ઈરાન પરમાણુ હથિયારો વિકસાવશે નહીં, પરંતુ  કરારમાં વધુ એક મહત્વપૂર્ણ જોગવાઈ ઉમેરવી જરૂરી છે. જો તેઓ પોતે પરમાણુ હથિયારો વિકસાવતા ન હોય, પરંતુ તેને ખરીદી લે અથવા કોઈ રીતે મેળવી લે તો શું? હું કરારમાં ‘ખરીદવા, મેળવવા અથવા હસ્તગત કરવા’ જેવા શબ્દો ઉમેરવા માંગું છું. ઈરાનને પરમાણુ હથિયારો વિકસાવવાનો, ખરીદવાનો કે કોઈ પણ રીતે મેળવવાનો અધિકાર ન હોવો જોઈએ. આ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી અમેરિકન સૈનિકોને આ વિસ્તારમાં તૈનાત રખાશે.

    Donalad-Trump Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Nepal નો યુ-ટર્ન, સરહદ વિવાદના ઉકેલ માટે દ્વિપક્ષીય ચર્ચાને સમર્થન

    June 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    America માં ભારતીય કેરીની ધૂમ, બજાર $1 અબજને વટાવી ગયું

    June 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Philippines માં ૭.૮ તીવ્રતાનો ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી : એકનું મોત

    June 8, 2026
    મુખ્ય સમાચાર

    Sachin Pilot ને રોકવા માટે ગેહલોત જૂના જીનને બોટલમાંથી બહાર કાઢે છે; મોદી સરકારના મંત્રી

    June 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    કાનૂની વ્યવસાયમાં મહિલાઓ માટે એક મજબૂત વ્યવસ્થા બનાવવા માટે કામ ચાલી રહ્યું છે,CJI Suryakant

    June 8, 2026
    અન્ય રાજ્યો

    અમે ભાજપના ગુલામ નથી, અમે ૫૦ બેઠકો પર ચૂંટણી લડીશું, Karni Senaના પ્રમુખ

    June 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો

    June 8, 2026

    Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ

    June 8, 2026

    Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો

    June 8, 2026

    Jamnagar ધ્રોલના લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા

    June 8, 2026

    Morbi પોલીસની ’શી-ટીમ દ્વારા અસહાય વૃદ્ધ મહિલાને વૃદ્ધાશ્રમ આશરો અપાવાયો

    June 8, 2026

    Morbi આપઘાતની બે ઘટના વેપારી અને યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    June 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar ૩ મહિલા સહિત ૧૧ આરોપીઓ ઝડપાયા, રૂ. ૯૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કરાયો

    June 8, 2026

    Jamnagar ૧૪ વર્ષની માસૂમ તરુણીનો કાળમુખા હાર્ટ એટેકે લીધો ભોગ

    June 8, 2026

    Jamnagar સાયબર ક્રાઈમની ટીમે ફ્રોડ કેસમાં રાજસ્થાનથી પકડેલા આરોપીને ૩ દિવસના રિમાન્ડ પર લેવાયો

    June 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.