Morbi,તા.14
મોરબીના લીલાપર ગામ થી નવાગામ જવાના રોડ પર પતરાવાળી દુકાનમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સને મોરબી એસ ઓ જી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે
મોરબી એસ ઓ જી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોરબીના લીલાપર ગામ થી નવાગામ જવાના રોડ પર એકવાસેસ સેનેટરીવેર કારખાના સામે પતરાવાળી નાસ્તાની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી ગ્રાહકોને વેચાણ કરવામાં આવતો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાંથી ગાંજાનો જથ્થો કુલ વજન ૨ કિલો ૬૦૬ ગ્રામ કીમત રૂ.૧,૧૦,૩૦૦, ગાંજાના જથ્થાનું વેચાણ કરી મેળવેલ રોડક રૂ.૧૪૦૦, ગાંજાના વેચાણ કરવા માટે રાખેલ વજન કાંટો નંગ ૧ કીમત રૂ.૧૦૦ અને મોબાઈલ નંગ ૧ કીમત રૂ.૫૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧,૧૬,૮૦૦ સાથે દુકાનદાર ઉદયભાઈ રામખેલાવન વર્માને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

