(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૫
ઘુનડા (સજનપર) ગામમાં જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને ટંકારા પોલીસે રોકડ રૂ ૧૦,૩૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઘુનડા (સજનપર) ગામે રામજી મંદિર શેરીમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા વજીર સજરૂદિન બખતરીયા, દુર્લભજીભાઈ નરશીભાઈ પંચાસરા, ઘનશ્યામભાઈ મોહનભાઈ બાવરવા, મુકેશભાઈ દેવશીભાઈ ચૌહાણ, રામભાઈ સનાભાઇ અજાણા અને મહેશભાઈ જયંતીભાઈ ઈથરેસા રહે બધા ઘુનડા સજનપર વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૩૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

