(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૫
વાંકાનેર નજીક આવેલ ફેકટરીમાં કામ કરતા શ્રમિક દંપતીને ઝઘડો થયો હતો જેમાં પત્નીએ કામમાં બરાબર ધ્યાન આપો તો વધુ પગાર આવે તેવી ટકોર કરતા લાગી આવતા પતિએ ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની હાલ વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર આવેલ એરાકોન સિરામિકમાં રહીને કામ કરતા દસીયાભાઈ લચ્છીભાઈ મુનિયા (ઉ.વ.૨૫) નામના યુવાને લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બનાવ અંગે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતકને તેના પત્નીએ તમે કામમાં બરાબર ધ્યાન આપતા નથી વધારે કામ કરો તો આપણને વધુ પગાર આવે અને રૂપિયાની બચત થાય તેમ કહેતા પતિને મનમાં લાગી આવતા પોતાની જાતે ગળેફાંસો ખાઈ લીધાનું ખુલ્યું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

