Amreli, તા.8
અમરેલી જિલ્લામાં આગામી તા.26 ના રોજ એક જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત, 6 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જે અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરતાંની સાથે જ સોમવારથી ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ થયો છે. અમરેલી જિલ્લામાં સોમવારે પ્રથમ દિવસે જિલ્લા પંચાયતમાં બે ફોર્મ તથા તાલુકા પંચાયતમાં ત્રણ ફોર્મ મળી કોંગેસના ઉમેદવાર દ્વારા કુલ પાંચ ઉમેદવારીપત્ર જે તે ચૂંટણી અધિકારી સમક્ષ રજુ થવા પામેલ હતાં.
ત્યારે ગઈકાલે મંગળવારે જાફરાબાદ તાલુકા પંચાયતમાં વધુ 6 ઉમેદવારીપત્ર ભરાયાં છે. જ્યારે મંગળવારે બીજા દિવસે પણ 6 પાલિકાઓમાં એક પણ ઉમેદવારીપત્ર રજુ થવા પામેલ નથી.
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઈકાલે ઉમેદવારીપત્રો ભરવાનાં બીજા દિવસે જાફરાબાદ તાલુકા પંચાયતમાં વધુ 6 ઉમેદવારી પત્રો ભરાતાં જાફરાબાદ તાલુકા પંચાયતમાં કુલ 8 ઉમેદવારી પત્રો ભરાયા છે.

