Boca Raton,તા.૧૨
અમેરિકામાં ૨૪ કલાકમાં આ બીજો હવાઈ અકસ્માત છે. ગુરુવારે હડસનમાં થયેલા હેલિકોપ્ટર દુર્ઘટના પછી, બીજા દિવસે શુક્રવારે દક્ષિણ ફ્લોરિડામાં એક નાનું વિમાન પણ હવાઈ દુર્ઘટનાનો ભોગ બન્યું. તેમાં ૩ લોકો હતા. આમાં ત્રણેય લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે. અકસ્માત સ્થળ પરથી હજુ પણ ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. આ અકસ્માત શુક્રવારે સવારે થયો હતો.
યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન સવારે લગભગ ૧૦ઃ૧૫ વાગ્યે એક મુખ્ય આંતરરાજ્ય હાઇવે અને રેલ્વે ટ્રેક નજીક તૂટી પડ્યું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને વિમાનની ઓળખ સેસ્ના ૩૧૦ તરીકે કરી હતી જેમાં ત્રણ લોકો સવાર હતા. જોકે, અકસ્માતમાં કોઈનું મોત થયું છે કે નહીં તે તાત્કાલિક જાણી શકાયું નથી. બોકા રેટનના મેયર સ્કોટ સિંગરે જણાવ્યું હતું કે તપાસ હમણાં જ શરૂ થઈ છે.
ફ્લોરિડા વિમાન દુર્ઘટનાના એક દિવસ પહેલા, ન્યુ યોર્કના હડસનમાં હડસન નદીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર તમામ ૬ લોકોના મોત થયા. મૃતકોમાં એક ૮ વર્ષનો છોકરો પણ શામેલ છે જેનો જન્મદિવસ થોડા કલાકો પછી ઉજવવાનો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે જર્મન બહુરાષ્ટ્રીય ટેકનોલોજી જૂથ ’સીમેન્સ’ ના સ્પેન યુનિટના સીઈઓ તેમના પરિવાર સાથે એક બાળકનો નવમો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા હતા, ત્યારે તેમનું હેલિકોપ્ટર ન્યુ યોર્ક સિટી અને ન્યુ જર્સી વચ્ચે હડસન નદીમાં ક્રેશ થયું.
પાઇલટ ઉપરાંત, મૃતકોમાં જર્મન બહુરાષ્ટ્રીય ટેકનોલોજી જૂથ સિમેન્સના અધિકારી ઓગસ્ટિન એસ્કોબાર, તેમની પત્ની મર્સ કેમ્પરુબી મોન્ટલ, એક ઊર્જા ટેકનોલોજી કંપનીના વૈશ્વિક મેનેજર અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ન્યૂ યોર્ક શહેરના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે બાળકો ૪, ૮ અને ૧૦ વર્ષના હતા, અને ૮ વર્ષનો બાળક શુક્રવારે તેનો જન્મદિવસ ઉજવવાનો હતો.