શ્રી ગંગા ફોજીગ અને બાજુના કારખાનામાં મળી રૂપિયા 1.20,00,000 ની મતાની ચોરી, સીસીટીવીના આધારે તસ્કરોનું પગેરું દબાવ્યું
Gondal,તા.18
રાજકોટ ગોંડલ ધોરી માર્ગ પર આવેલા રીબડા ખાતે સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ એરીયા માં આવેલા ગંગા ફોર્જિંગ અને તેની બાજુમાં આવેલા કારખાનામાં તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 1.20 લાખની મતાની ચોરી કરી ગયા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ ડોગ સ્કોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો સાથે દોડી જય સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરેનું દબાવ્યું છે વધુ વિગત મુજબ રાજકોટ શહેરના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આવેલી સ્થિતિ હાઈટ્સમાં રહેતા પારસ સુરેશભાઈ મકવાણા નામના પટેલનું રીબડા ખાતે આવેલી સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમા શ્રીગંગા ફોર્જિંગ નામના કારખાનામાં અને તેની બાજુમાં જ આવેલા કારખાનામાં થી રૂપિયા 1.20 લાખની માતાની ચોરી કરી ગયા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તારીખ 5 એપ્રિલના રોજ રાત્રે અમારા કારખાનામાં મશીનરી ન ફીટીંગ કરવાનો સામાન મળી રૂપિયા એક લાખના મુદ્દામાલની માતાની તેમજ બાજુમાં આવેલા નરેન્દ્ર ભાઈ ના કારખાનામાં ₹20,000 ની કિંમતની 600 કિલો લોખંડની પ્લેટ ચોરી કરી ગયા નું ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી નાસી છૂટેલા તસ્કરો ને ઝડપી લેવા હેડ કોન્સ્ટેબલ જેપી વાળા સહિતના સ્ટાફ દ્વારા કપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે