Amreli,તા.13
રાજુલા તાલુકાના ખારી ગામે આવેલ સુરાપુરા દાદાની ડેરીની અંદર સુરાપુરા દાદાને ચડાવેલ ચાંદીના છતરો આશરે 120 જેની કિમત રૂપિયા 47,000 ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ગત તા.29ના સાંજના આશરે સાતેક વાગ્યાથી તા.10 ના સવારના આશરે નવેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યો ચોર સુરાપુરા દાદાની ડેરીમા લોખંડનો દરવાજો ખોલી પ્રવેશ કરી ચોરી કરી લઇ ગયાની પોલીસમાં મધુભાઇ એભલભાઇ બુધેલાએ ફરિયાદ નોંધાવી છે.
સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામે રહેતાં ફિરોજખાન મહેબુબખાન પઠાણ નામનાં 40 વર્ષીય યુવકે તા.11 ના સીમરણ ગામે પોતાના રહેણાંક મકાને કોઈ અગમ્ય કારણોસર પોતાની મેળે પોતાના ઘરે શાલ (ચાદર) વડે ગળાફાસો ખાઇ લેતા તેમનું મોત નિપજ્યાનું પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
(મિલાપ રૂપારેલ દ્વારા)

