Bhavnagar, તા.21
ભાવનગર જિલ્લાના તળાજા ના સોની દંપતી પોતાના જ ઘરમાં દાઝી ગયેલ લાશો એ માત્ર તળાજા જ નહીં સોની પરિવાર ના લોકો જે જે પ્રાંતમા રહે છે ત્યાં પણ આ ઘટના અનેક સવાલો સાથે ચકચારી બની છે.સૌના મુખે એકજ સવાલ છે કે આગ એવી તે કેવી જે મર્યાદિત જગ્યા માજ પ્રસરી.એટલુંજ નહિ આગ લાગી પરંતુ તેના ધૂમડા પથારી થી માત્ર પાંચેક ફૂટ ઉપર છત મા પણ લાગ્યા નથી.આજ વસ્તુ આજે FSL ની ટીમ જ્યારે તપાસ કરવા પહોંચી ત્યારે તેમની નઝરે પણ ચડી.જેને લઈ સમગ્ર ઘટના ઇન્વેસ્ટિગેશન મા જે જે ટીમ જોતરાઈ રહી છે તે તમામ ને કઈક અજુગતું બન્યાની શંકા ઉપજી રહી છે.
તળાજામાં ગોપાલ વોચ અને જય ગોપાલ જવેલર્સ નામે જાણીતી પેઢીના સોની વૈઠા પરિવાર ના કિશોરભાઈ વેલજીભાઈ ઉ.વ.64 સાથે તેમના પત્ની રેખાબેન ઉ.વ.62 ની લાશ જે રીતે સળગેલી હાલતે તેમનાજ ઘરમાંથી જે રીતે લાશો મળી એ બનાવે ઘરઘર મા ચકચાર જગાવી દીધી છે.સૌના મનમાં એકજ સવાલ છેકે આગ એવીતે કેવી રીતે લાગી કે દંપતી ના શરીર પર આગથી વ્યાપક દાઝી ગયા હોય, વાળ બળી ગયા હોય પરંતુ બાજુમાજ પડેલ મોબાઈલ, ઓશીકુ અને પથારી નો પૂરો ઓછાડ પણ ન સળગ્યો હોય?!આમ આ સમગ્ર ઘટનાને લોકો શંકા ની દ્રષ્ટિથી જોઈરહ્યા છે.
આવી જ શંકા તપાસ મા ગયેલ પોલીસ અને એફ.એસ.એલ ની ટીમ ને પણ થઈરહી છે.FSLટીમે આજે પોલીસ ને સાથે રાખી બંધ બારણે તપાસ હાથધરી હતી.તેઓની તપાસ મા પણ ચોંકાવનારી બાબત એ આવી છેકે આગ એવી તે કેવી કે છત ઉપર પણ ક્યાંય ધુમાડો ચોટયો નથી કે ઉપર અથવા તો આસપાસ ની દીવાલ મા ક્યાંય આગ કે ધૂમડાઓ થી દીવાલ કાળી થઈ હોય.આંગળી મા પણ ધુમાડો ક્યાંય ચોટયો હોય તેવું પણ એફ.એસ.એલ ની ટીમ ની સામે આવ્યું નથી.
આગ કઇ રીતે લાગી એ વિષય એફ.એસ.એલ અને પોલીસ ટીમ માટે એકવખત માથું ખંજવાળવું પડે તે રીતનો છે.પડકાર રૂપ છે.સતાવાર રીતે હજુ કહી શકાયું નથી કે આગ લાગવાનું કારણ શું?.ગાદલા નો જે ભાગ બળેલો છે તે પણ મર્યાદિત જ છે અને બોડી નો જે ભાગ બળેલો છે તેપણ મર્યાદિત જ છે.આથી એવી પણ વિગત પ્રાપ્ત થઈ રહી છેકે લોહીના ડાઘ પણ પથારી માંથી મળ્યા છે.હવે તે લોહી કેમ વહયું તે પણ સવાલ ઉભા કરે છે.
બીજી તરફ ગઈકાલ અને આજેપણ દિવસ ભર પોલીસ અને મીડિયા પાસે પારિવારિક થી લઈ આર્થિક બાબતો,અંગત બાબતો ચર્ચાઓ દરમિયાન અથવા તો મોબાઈલ માધ્યમથી જાણવા અને જણાવવા મા આવી હતી.જેથી પોલીસ પાસે તપાસ ની દિશાઓ ચોક્કસ થઈ રહી છે.આ બનાવમાં પોલીસનું કહેવું છેકે FSL અને પી.એમ રિપોર્ટ ની હજુ મળ્યા નથી.
આ રિપોર્ટ આવ્યા બાદ બનાવ ની હકીકત,મોત નું કારણ સામે આવ્યા બાદ દિશા નક્કી થશે હાલ અકસ્માત એ મોત ને લઈ તપાસ શરૂ છે.મૃતક ના પરિવાર જનોના હજુ સતાવાર નિવેદન પણ પોલીસ નોંધી શકી નથી.આ પ્રકાર ના ગંભીર બનાવમાં પણ તબીબ ટીમ દ્વારા રિપોર્ટ આપવામાં વાર લગાવવામાં આવે તો મહત્વના પુરાવાઓ પોલીસ ને મળવા મુશ્કેલ બને છે.

