Bengaluru.તા.18
હાલમાં જ હિમાચલ પ્રદેશમાં આઈ લવ પાકિસ્તાન લખેલા વિશાળ ભેદી ફુગ્ગાઓ મળી આવ્યા તેમાં હજુ પગેરુ મળ્યુ નથી ત્યાં જ કર્ણાટકમાં કરવાર બીચ પાસે એક માઈગ્રેટરી (પ્રવાસી પક્ષી) સીગલમાં જીપીએસ ટ્રેકર મળી આવતા સુરક્ષા એજન્સીઓ સાવધ થઈ ગઈ છે અને શું કોઈ જાસૂસી માટે માઈગ્રેટરી બર્ડ જે સમુદ્રમાં એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ચોકકસ સમયે પ્રવાસ કરતા હોય છે.
તેમાં આ પ્રકારે ઉપયોગ થાય છે કે આ પક્ષીઓની માઈગ્રેટરી બાતમી મેળવવા માટેનો પ્રયોગ છે તે અંગે તપાસ શરુ થઈ છે. જો કે આ પ્રકારે જીપીએસ ટ્રેકરથી અન્ય કોઈ પ્રકારની જાસૂસી થઈ શકતી નથી પણ વન વિભાગે સ્પષ્ટ કર્યુ છે.
આ પ્રકારે જીપીએસ ટ્રેકરથી પક્ષી પ્રાણીઓની કુદરતી જીવન પદ્ધતિનો અભ્યાસ કરી શકાય છે. આ પક્ષીને જીપીએસ ટ્રેકરથી ઈજા થઈ હતી તેથી તેને સારવાર માટે લઈ જવાયુ છે.
આ સીગલ શ્રીલંકાથી આવ્યું હતું તેની પુષ્ટિ થઈ છે અને આ પક્ષીએ 10000 કિમીનો પ્રવાસ કર્યો હોવાનું પણ જીપીએસ ટ્રેકરથી થઈ શકાયું હતું અને તેને જાસૂસી સાથે કશું લાગતુ વળગતુ નહી હોવાનું સતાવાર જાહેર થયું છે.

