Surendranagar,તા.31
ધાંગધ્રા નગરપાલિકાએ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી કરી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર મંટીલકુમાર પટેલની સૂચનાના આધારે સેનિટેશન વિભાગના કર્મચારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી
આ ઝુંબેશ દરમિયાન, નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ પાસેથી આશરે 80 કિલોગ્રામ સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પિયા 5,000નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.
ચીફ ઓફિસર મંટીલકુમાર પટેલે જણાવ્યું હતું કે પર્યાવરણ સંરક્ષણ અને શહેરની સ્વચ્છતા જાળવવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો અનિવાર્ય છે.
તેમણે સેનિટેશન વિભાગને આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ સતત ચાલુ રાખવા સૂચના આપી છે.નાગરિકોને પર્યાવરણને નુકસાન પહોંચાડતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી, તેના બદલે પર્યાવરણમિત્ર સામગ્રીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

